Patan Accident News: પાટણ જિલ્લામાં ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં એક જ પરિવારના 4 સભ્યોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં પતિ,પત્ની અને 2 પુત્રીઓનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
કાર પાણીના ખાડામાં ખાબકી
મળતી માહિતી અનુસાર, પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફાંગલી ગામે રહેતો જોશી પરિવાર આજે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યો હતો. આ દરમિયાન ફાંગલીથી ચારણકા ગામ વચ્ચે જોશી પરિવારની કારને અકસ્માત નડ્યો હતો. હકીકતમાં રસ્તા પરથી પસાર થતાં જંગલી પ્રાણીને બચાવવા જતાં કારના ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર પાણીના ખાડામાં ખાબકી હતી.
4 લોકોના ડૂબી જવાથી મોત
જેથી કારમાં સવાર 7 લોકોમાંથી 4 લોકોના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યાં હતા. જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. જે બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે તપાસ હાથ ધરી
તો આ અકસ્માત અંગેની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ પોલીસ દ્વારા ચારેય મૃતકોના મૃતદેહને સાંતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.
વિથ ઈનપુટઃ વિપિન પ્રજાપતિ
ADVERTISEMENT