અમદાવાદઃ 36th નેશનલ ગેમ્સમાં મહિલા સિંગલ્સ ટેનિસની સ્પર્ધામાં ઝીલ દેસાઈએ ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ઉલ્લેખનીય છે કે આ ટૂર્નામેન્ટની રાહ દેશના મોટાભાગના એથલિટ્સ જોઈ રહ્યા હતા. કારણ કે નેશનલ ગેમ્સનું આયોજન 7 વર્ષ પછી થયું છે. તેવામાં 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર સુધી નેશનલ ગેમ્સ 2022 રમાશે. જેમાં 7 હજારથી વધુ ખેલાડીઓ ભાગ લેવા જઈ રહ્યા છે. જોકે ટેનિસમાં મહિલા સિંગલ્સ મેચ દરમિયાન ઝીલ દેસાઈએ ફાઈનલ મેચમાં કર્ણાટકની શર્માદા બાલુને હરાવી દીધી હતી.
ADVERTISEMENT
અમદાવાદમાં જોરશોરથી ટૂર્નામેન્ટનું આયોજન
નેશનલ ગેમ્સમાં સંસ્કારધામ ખાતે તીરંદાજી, ખોખો, મલખંબ, ટ્રાન્સ્ટેડિયા ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે રગબી, ફુટબોલ તેમજ કબડ્ડી જેવી સ્પર્ધાનું આયોજન કરાયું છે. જ્યારે બીજી બાજુ સાબરમતી નદીમાં રોવિંગ ગેમ્સ રમાઈ ચૂકી છે. જ્યારે કેન્સ વિલે કન્ટ્રી ક્લબ ખાતે ગોલ્ફ અને લોન બોલની રમત રમાશે. તથા ક્રાઉન એકેડમીમાં શોટગન શૂટિંગ, તથા ખાનપુર રાઈફલ ક્લબ ખાતે પીસ્તોલ શૂટિંગની સ્પર્ધા યોજાઈ છે.
ગુજરાતે જીત્યા કુલ 21 મેડલ
નેશનલ ગેમ્સ દરમિયાન ગુજરાતે 7 ગોલ્ડ મેડલ, 5 સિલ્વર મેડલ અને 9 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. આમ જોવાજઈએ તો ગુજરાતના ખાતામાં કુલ 21 મેડલ આવ્યા છે. જેમાંથી સૌથી વધુ ગોલ્ડ મેડલ ટેબલ ટેનિસ(3 ગોલ્ડ મેડલ)માં મળ્યા છે.
ADVERTISEMENT