ખેડાઃ હાલમાં જ 31 ડિસેમ્બર અને 1 નવેમ્બરને લઈને ગુજરાત ભરમાં ઠેરઠેર પાર્ટી અને ઉજવણી થવાની છે. અગાઉ કોરોનાના ગ્રહણને લીધે ઘણી બધી ઉજવણીઓ પર ઠંડુ પાણી વળી જતું હતું જોકે હવે ગુજરાતમાં કોરોનાની ગાઈડલાઈન્સ ઘણી હળવી થઈ ચુકી છે ત્યારે ગુજરાતના ખેડા જિલ્લામાં કાયદે અને ગેરકાયદે થતી પાર્ટીઓ અને તેના માટેની હેરફેર પર સતત પોલીસ નજર રાખીને બેઠી છે. હાલમાં જ 31 ડિસેમ્બર પહેલા ખેડા પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. માતર પોલીસ દ્વારા 26.67 લાખ રૂપિયાનો વિદેશી દારુ ઝડપી પાડવામાં આવ્યો છે.
ADVERTISEMENT
વડોદરા-અમદાવાદ ને.હા પરથી ઝડપ્યું કન્ટેનર
નાતાલ, 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી કે જ્યારે વર્ષ 2022ને ગુડબાય અને 2023ને લોકો આવકારશે ત્યારે આતશ બાજી, નાચગાન, પાર્ટી, ઉજવણીઓનો દૌર શરૂ થશે. પોલીસ પણ જાણે છે કે લોકો આ તહેવારો દરમિયાન ઉજવણી અને ગેરકાયદે થતી પાર્ટીઓમાં કેટલો ધૂમ ખર્ચ કરતા હોય છે. જોકે પોલીસની નજર સતત ગેરકાયદે વેચાતા દારુખાના, ફટાકડા, દારુ અને ડ્રગ્સ પાર્ટી, ગેરકાયદે ક્લબ પાર્ટી વગેરે પર સતત નજર છે. દરમિયાનમાં માતર પોલીસ દ્વારા વડોદરા અમદાવાદ નેશનલ હાઈવે નં. 48 પર વણસર પાસેથી મોટી સંખ્યામાં દારુ જપ્ત કરવામાં આવ્યો છે.
કન્ટેનરનો ચાલક ફરાર
માતર પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર હરિયાણાનું પાસિંગ ધરાવતી મત્તા સાથેનું કન્ટેનરને રોકવામાં આવ્યું હતું. જોકે પોલીસની કાર્યવાહી જોઈ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. જ્યારે પોલીસે પોતાની કાર્યવાહી શરૂ કરી તો પોલીસ ચોંકી ગઈ હતી. કન્ટેનરમાં સામાન્ય જથ્થો નહીં પરંતુ હરિયાણાના પાસિંગના 174 કાર્ટન વિદેશી દારુ ભરેલો હતો. તેની અંદાજીત માર્કેટ વેલ્યૂ 26,67,720 રૂપિયા થાય છે. પોલીસ માટે હાલના સમયમાં આ મોટી સફળતા છે. ઉલ્લેખનીય છે કે પોલીસે હવે આ દારુનો જથ્થો કોનો હતો, કોણે સપ્લાય કર્યો હતો અને ક્યાં ડિસ્ટ્રીબ્યૂટ થતો હતો તે સાથે ટ્રક ચાલકની પણ શોધખોળ હાથ ધરી છે.
(વીથ ઈનપુટઃ હેતાલી શાહ, ખેડા)
ADVERTISEMENT