બનાસકાંઠા : સાપ ગયો અને લિસોટા છોડતો ગયો તે પ્રકારે બિપરજોય ગયું અને હવે તેની પાછળની અસરના કારણે હવે ગુજરાતમાં રોજ રોજ દુર્ઘટનાઓ બની રહી છે. ખાસ કરીને બિપરજોય રાજસ્થાનમાં પહોંચતા ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેથી ઉત્તર ગુજરાતની મોટા ભાગની નદીઓ ગાંડીતુર બની છે. કેટલાક તો સીપુ સહિતના અનેક તો એવા ડેમ છે કે જે ભરાઇ ચુક્યા છે અથવા તો ભરાવાની તૈયારીમાં છે.
ADVERTISEMENT
ધાનેરાના વિંચીવાડી ગામમાં 3 યુવકો આ નદીમાં ન્હાવા પડ્યા હતા. જો કે નદીમાં ન્હાવા પડેલા યુવકો તણાયા હતા. નદી સાથે તે લોકો તણાવા લાગ્યા હતા. જો કે ઘટના સ્થળે પહેલાથી જ NDRF અને SDRF સહિતની ટીમો હાજર હોવાથી તત્કાલ તેમને બચાવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. નદીમાં ન્હાવા માટે પડેલા ત્રણ માંથી 2 યુવકોને બચાવ્યા છે. બે યુવકોને એનડીઆરએફની ટીમ દ્વારા તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
NDRF ની ટીમ દ્વારા અડધો કલાક બચાવ અને રાહતકામગીરી કરવામાં આવી હતી. એનડીઆરએફ દ્વારા યુવકોને બહાર કાઢીને રેસક્યું માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન યુવકે અંતિમ શ્વાસ લીધો હતો. નાનકડા ગામમાં મોતના કારણે ભારે ગમગીની છવાઇ હતી.
(વિથ ઇનપુટ ધનેશ પરમાર)
ADVERTISEMENT