પોરબંદર: પોરબંદરમાં 3 મુસ્લિમ યુવકો દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હવે આ ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જે મુજબ, કેસમાં યુવકોએ દાવો કર્યો છે કે દેશભક્તિની વિરુદ્ધમાં તેમની સામે મૌલવી દ્વારા ખોટો કેસ કરવામાં આવ્યો હતો અને સમાજમાં પણ વિરોધ થઈ રહ્યો હતો. ઝેરી દવા પી લેતા ત્રણેય યુવકોને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
શું હતો સમગ્ર મામલો?
હકીકતમાં પોરબંદરમાં એક કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ હતી. જેમાં રાષ્ટ્રગાન ન ગાવું અને ઝંડાને સલામી ન આપવાની સલાહ આપવામાં આવી હતી. આ મામલે ત્રણેય યુવાનોએ પોલીસની હાજરીમાં મસ્જિદમાં જઈને આ અંગે ઈમામને પૂછ્યું હતું કે, અમે આ દેશના વતની છીએ તો રાષ્ટ્રગાન કેમ ના ગાવું, રાષ્ટ્રધ્વજને સલામી કેમ ના આપવી? ઘટના બાદ યુવકો સામે પોલીસ ફરિયાદ નોંધવાઈ હતી અને ખોટો વિવાદ ઊભો કરીને અવાર નવાર આ લોકો મસ્જિદમાં જઈને મૌલવીને બદનામ કરતા હોવાનું કહેવાયું હતું. તેમણે રાષ્ટ્રગીત કે રાષ્ટ્રધ્વજ અંગે કોઈ ચર્ચા કરી જ નથી.
યુવકોએ વીડિયો બનાવી ઝેર પીધું
ઘટના બાદ યુવકોએ વીડિયો બનાવ્યો હતો કે, મુસ્લિમ સમાજના કેટલાક લોકો તેમને બદનામ કરીને તેમની વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી રહ્યા છે. બાદમાં ત્રણેયે ઝેરી દવા પી લીધી હતી. જે બાદ હાલમાં તમામને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પીડિત યુવકના ભાઈ દ્વારા મૌલવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આમ સમગ્ર કેસમાં હવે સામ સામે ફરિયાદ નોંધાઈ છે.
બંને પક્ષોની સામ સામે ફરિયાદ
આપઘાતનો પ્રયાસ કરનારા એક યુવકે જણાવ્યું હતું કે, પોરબંદરમાં થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ વાઈરલ થઈ હતી. જેામં રાષ્ટ્રગાનમાં ‘જય હો’ ન ગાવા અને રાષ્ટ્રધ્વજને સલામી ન આપવાનું કહેવાતું હતું. યુવાનો આ ઓડિયો ક્લિપની સચોટ તપાસ કરવા માટે કહ્યું છે. તો બીજી તરફ નગીના મસ્જીદ ટ્રસ્ટિ અને મુસ્લિમ સમાજના સુન્ની અંજુમને ઈસ્લામના વહીટવદાર અને દારૂલ ઉલુમ ગૌષે આઝમના પ્રમુખ સહિતના આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સ કરીને ખોટો વિવાદ ઉભો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
ADVERTISEMENT