Kutch News: ગણેશ વિસર્જન દરમ્યાન સરકાર અને સ્થાનિક તંત્રની સ્પષ્ટ સુચના છતાં તળાવો-ડેમોમાં ગણેશ વિસર્જન દરમ્યાન ડૂબવાના બનાવો બનતા હોય છે. ત્યારે આજે કચ્છના આદિપુરના અંતરજાળ ગામે આવેલા હનુમાન મંદિર પાસેના તળાવમાં ગણેશ વિસર્જન દરમ્યાન દુર્ધટના સર્જાઇ હતી. જેમાં ગણેશ વિસર્જન દરમ્યાન 5 લોકો તળાવમાં ડુબ્યા હતા. તેમાંથી 3 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે બે લોકો સારવાર હેઠળ છે.
ADVERTISEMENT
તળાવમાં વિસર્જન દરમિયાન પાંચ યુવકો ડૂબ્યા
સ્થાનિક લોકો તથા બાદમાં ફાયર વિભાગ દ્વારા તળાવમાં ડૂબેલા પાંચેય લોકોને બચાવવા પ્રયત્નો કરાયા હતા. પરંતુ ત્રણ લોકોના ડુબી જવાથી મોત થયા હતા. મૃતક તમામ સ્થાનિક જ હોવાનું આદિપુર પોલીસના તપાસ અધિકારીએ જણાવ્યું હતું. જેમાં એક યુવક 20 વર્ષનો, બીજો 25 વર્ષનો તથા અન્ય 35 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિના ડુબી જવાથી મોત થયાની પુષ્ટિ કરી પોલીસે વધુ તપાસ હાધ ધરી છે.
પરિવારમાં આક્રંદ છવાયો
બનાવ શનિવારે મોડી સાંજે બન્યો હતો. ઘટનાની જાણ થતા ગાંધીધામ ફાયર વિભાગની ટીમ દોડી ગઇ હતી, તો 108 પણ સ્થળ પર પહોંચી હતી. તહેવારો સમયે 3 યુવાનના ડુબવાની ઘટનાથી પરિવારમાં મામત છવાયો છે અને વિસ્તારમાં અરેરાટી પ્રસરી છે. પરિવાર આક્રદમાં હોવાથી હજુ નામ જાણી શકાયા નથી. પરંતુ નજર સામે જ સ્વજનો ગુમાવવાની ઘટનાએ સમગ્ર પંથકમા અરેરાટી ફેલાવી છે.
રાજકોટમાં પણ મામા-ભાણેજના ડૂબી જતા મોત
નોંધનીય છે કે, રાજકોટમાં પણ આજે આજી ડેમમાં ગણેશ વિસર્જન દરમિયાન બે લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. જેમાં મામા-ભાણેજ ડેમના પાણીમાં ઊંડે સુધી વિસર્જન માટે જતા તેઓ અંદર જ ડૂબી ગયા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિને તરતા આવડતું હોવાથી તે પોતે બચી ગયો હતો. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
(કૌશિક કાંઠેચા, કચ્છ)
ADVERTISEMENT