બનાસકાંઠામાં બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, પતિ-પત્ની અને બાળકીનું સ્થળ પર જ કરુણ મોત

બનાસકાંઠા: બનાસકાંઠાના કાંકરેજમાં આવેલા થરા હાઈવે પર મંગળવારે મોડી રાત્રે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર 3 વ્યક્તિના મોત…

gujarattak
follow google news

બનાસકાંઠા: બનાસકાંઠાના કાંકરેજમાં આવેલા થરા હાઈવે પર મંગળવારે મોડી રાત્રે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર 3 વ્યક્તિના મોત નિપજ્યા હતા. પતિ-પત્ની અને દીકરીનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી. તો અકસ્માત બાદ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિકો દ્વારા 108 અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

થરા હાઈવે પર બાઈક અને કારનો અકસ્માત
વિગતો મુજબ, બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં થરા હાઈવે પર મંગળવારે મોડી રાત્રે બાઈક પર જતા પરિવાર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. બાઈક અને કારની ટક્કર એટલી ભયાનક હતી કે પતિ, પત્ની અને 10 વર્ષની બાળકીનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. મૃતક પરિવાર ડીસા તાલુકાના માણેકપુર ગામનો હતો અને થરા હાઈવે પર બાઈક લઈને જઈ રહ્યો હતો.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અકસ્માત બાદ સ્થાનિક લોકોના ટોળે ટોળા હાઈવે પર એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ 108ની ટીમ અને પોલીસને કરવામાં આવતા બંને સ્થળ પર પહોંચ્યા હતા અને ત્રણેય મૃતકોને થરાની રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે થરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(વિથ ઈનપુટ: ધનેશ પરમાર)

    follow whatsapp