Rajkot Accident News: ગુજરાતમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. જે એક ચિંતાજનક બાબત છે. ત્યારે આજે વધુ એક અકસ્માતનો બનાવ રાજકોટ જિલ્લાના જસદણમાંથી સામે આવ્યો છે. જેમાં કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા મામા અને 2 ભાણેજના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. આ સાથે કાર ચાલક ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ADVERTISEMENT
કાર ચાલકે બાઈકને લીધું હતું અડફેટે
મળતી માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના જસદણના બાખલવડ ગામ નજીક કારચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર મામા અને 2 ભાણેજ નીચે પટકાયા હતા. અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.
આ પણ વાંચોઃ Anant-Radhika Pre-wedding: ચોરવાડમાં અંબાણી પરિવારનો ભોજન સમારોહ, અનંતે ગુજરાતીમાં કહ્યું- આશીર્વાદ આપજો
મામા અને ભાણેજનું ઘટનાસ્થળે જ મોત
આ અકસ્માત એટલો ભયાનક હતો કે જેમાં મામા અને એક ભાણેજનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય એક ભાણેજને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
આ પણ વાંચોઃ ગુજરાતની શાળાઓમાં પાન-મસાલા ખાતા શિક્ષકોની હવે ખેર નહીં, શિક્ષણ વિભાગે આપી કડક સૂચના
પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી
આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મામાનું નામ અજય સદાદિયા જ્યારે બે ભાણેજના નામ કિંજલ ઓળકીયા અને માહી ઓળકીયા હોવાનું સામે આવ્યું છે. મૃતક કિંજલ ઓળકિયાની ઉંમર 8 વર્ષ અને માહી ઓળકિયાની ઉંમર 4 વર્ષ હોવાનું સામે આવ્યું છે.
ઈનપુટઃ રોનક મજીઠિયા, રાજકોટ
ADVERTISEMENT