આણંદમાં 11 માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીની પર વિધર્મીઓનું સામુહિક દુષ્કર્મ

અમદાવાદ : ગુજરાતમાં વિધર્મીઓ દ્વારા લવજેહાદના કિસ્સાઓ વારંવાર પ્રકાશમાં આવતા રહે છે. જો કે હવે વિધર્મી યુવકો દ્વારા એક 11 વર્ષીય તરૂણી પર સામુહિક દુષ્કર્મની…

Umreth Police case

Umreth Police case

follow google news

અમદાવાદ : ગુજરાતમાં વિધર્મીઓ દ્વારા લવજેહાદના કિસ્સાઓ વારંવાર પ્રકાશમાં આવતા રહે છે. જો કે હવે વિધર્મી યુવકો દ્વારા એક 11 વર્ષીય તરૂણી પર સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. વિગતો અનુસાર વિધર્મી શખ્સોએ 11 માં ધોરણમાં અભ્યાસ કરી એક વિદ્યાર્થીની પર સામુહિક રીતે દુષ્કર્મ ગુજાર્યું છે.

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર 3 વિધર્મી યુવકોએ વિદ્યાર્થીની પર સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ છે. આ મામલે ઉમરેઠ પોલીસ દ્વારા 3 વિધર્મી યુવકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે પૈકી એક યુવકની ધરપકડ પણ કરી લેવાઇ છે. અન્ય બે યુવકોને પોલીસે ઝડપી લેવા માટેના ચક્રોગતિમાન કર્યા છે. ઘટના અંગે વિગતે માહિતી મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે.

સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે હાલ તો આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પણ ચાલુ કરવામાં આવ્યો છે. પોલીસ પર પણ દબાણ ઉત્પન્ન કરી રહ્યા છે. પોલીસ હાલ અન્ય બે આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

    follow whatsapp