સુરત: રાજ્યમાં ગુનાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન ગુનેગારોને પાઠ ભણાવવા પોલીસ હવે એકશન મોડપર જોવા મળી રહી છે. ત્યારે કામરેજના ઉંભેળ ગામ નજીક 2 ફેબ્રુઆરીએ લૂંટની ઘટના બની હતી. લૂંટની ઘટના બાદ કામરેજ પોલીસ હરકતમાં આવી હતી અને એક આરોપીને પહેલા ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછમાં વધુ ત્રણ આરોપીના નામ ખૂલતા કામરેજ પોલીસે રાજસ્થાન પહોંચ્યા હતા. અને રાજસ્થાની વધુ ત્રણ લૂંટારાને ઝડપી પાડ્યા હતા.
ADVERTISEMENT
સુરત જિલ્લાના કામરેજનાં ઉંભેળ ગામની સીમમાં લૂંટની ઘટના બની હતી. ફાર્મ હાઉસમાં કલરકામ કરવાનું જણાવી લૂંટારુઓએ કોન્ટ્રાક્ટરને બોલાવ્યો હતો. અને પિસ્તોલ બતાવી બંધક બનાવી લૂંટ ચલાવવામાં આવી હતી. ત્યારે લૂંટના આરોપીને કામરેજ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડ્યો હતો. તેજસ નામનો આરોપી ઝડપાઈ જતા આખી લૂંટને અંજામ આપનાર ગેંગ બેનકાબ થઈ ગઈ હતી. હતા. ત્યારે પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં વપરાયેલી પિસ્તોલ અને રાઉન્ડ તેમજ લૂંટેલો તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો.
કામરેજ પોલીસે પકડાયેલા આરોપીના નામ ખૂલ્યાં બાદ પોલીસનો કાફલો રાજસ્થાન પહોંચ્યો હતો. રાજસ્થાન પોલીસની મદદથી આરોપી કમલેશ જાટ, જીતેન્દ્ર રાઠોડ, રાહુલ રાજપૂત એમ ત્રણ લૂંટારાને ઝડપી લીધા છે. પોલીસે ત્રણેય લૂંટારાનો કબ્જો લઈ તમામ આરોપીને કામરેજ લાવી તેમની પાસેથી કાર સહિત 5.65 લાખનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણો શું હતો મામલો
કામરેજના ઉંભેળ ગામે રહેતા અને કલરકામના કોન્ટ્રાકટ પર કામ કરતા ફરિયાદી પર 2 ફેબ્રુઆરીના રોજ ફોન આવ્યો હતો અને હિન્દી ભાષામાં આરોપીએ જણાવ્યું હતું કે, કામરેજથી કડોદરા જતા રોડ પર કોસમાડી મેઈન રોડ પર ફાર્મ હાઉસ આવેલું છે. તેનું કલરકામ અને ફર્નિચરનું કામ કરવાનું છે. કોન્ટ્રાકટર તેમના મિત્ર સાથે જે.બી ફાર્મ પર પહોંચ્યા હતા. જ્યાં હાજર લૂંટારૂઓએ તમંચો બતાવી તમારી સોપારી આપી છે. તેવું જણાવી બન્નેનાં હાથ બાંધી અને મોઢા પર ટેપ મારી દીધી હતી. લૂંટારૂઓએ બન્નેનાં મોબાઇલ, રોકડા, બ્રેઝા ગાડી, આધાર કાર્ડ, પાનકાર્ડ તેમજ જુદી જુદી બેંકોના એ.ટી.એમ કાર્ડ, વગેરે મળી કુલ 5,17,000ની લૂંટ ચલાવી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT