સુરત: નાના ભુલકાને રમડતા સમયે એક નાની એવી બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. સુરતમાં માતા-પિતા માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના લિંબાયત વિસ્તારમાં 3 મહિનાની બાળકીને પિતા રમાડી રહ્યા હતા. દરમિયાન બાળકીને હવામાં ઉછાળતા પંખાની પાંખ તેના માથામાં વાગી હતી. એવામાં માસુમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તેનું મોત નિપજ્યું હતું.
ADVERTISEMENT
દીકરીને વહાલ કરવા હવામાં ઉછાળી
વિગતો મુજબ, સુરતના લિંબાયત ખાનપુરા વિસ્તારમાં રહેતા મસરૂદ્દીન શાહ કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેને પરિવારમાં 3 સંતાન છે. શનિવારે મસરૂદ્દીન તેની સૌથી નાની 3 માસની બાળકી ઝોયાને ઘરમાં રમાડી રહ્યો હતો. આ દરમિયાન તેણે બાળકીને વહાલ કરવા માટે હવામાં ઉછાળી. ત્યારે છતમાં રહેલા પંખાની ધાર બાળકીને માથામાં વાગી ગઈ હતી. જેથી બાળકી ત્યાં જ ફસડાઈ પડી હતી.
3 હોસ્પિટલમાં સારવાર બાદ આખરે મોત
એવામાં ગંભીર હાલતમાં બાળકીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આ બાદ તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં અને પછી સિવિલમાં લઈ જવામાં આવી જોકે રવિવારે બાળકીનું ICU વોર્ડમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ત્યારે હવે સમગ્ર મામલે લિંબાયત પોલીસે મોતની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT