AMRELI માં 3 ઇંચ વરસાદ: ભર ઉનાળે નદીમાં પુર આવતા આખે આખો ખટારો તણાઇ ગયો

અમરેલી : રાજ્યમાં ભર ઉનાળે વરસાદ જોવા મળી રહ્યો છે. અમરેલીમાં ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. રાજુલાના ગ્રામ્યવિસ્તારમાં પવન સાથે વરસાદ પડી…

Amreli Rain update

Amreli Rain update

follow google news

અમરેલી : રાજ્યમાં ભર ઉનાળે વરસાદ જોવા મળી રહ્યો છે. અમરેલીમાં ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. રાજુલાના ગ્રામ્યવિસ્તારમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે. રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે તોફાની વરસાદ પડતા બાબરીયાધાર, બર્બરટાણા વિસ્તારમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે ચોતરફ પાણી જ પાણી છે. વરસાદ એટલો તોફાની છે કે, બાબરિયાધારની ઘીયળ નદીમાં તો પુર આવી ગયું હતું. આ પુર પણ નાનુ મોટુ પુર નહોતું પરંતુ ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. ધસમસતા પ્રવાહના કારણે નદીમાં સાથો સાથ આખો ટ્રક તણાયો હતો. નદીનાં પ્રવાહમાં ફસાયેલા 5 લોકોને રેસક્યું કરવામાં આવ્યા હતા.

અમરેલી-રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
અમરેલી-રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા આ વિસ્તારમાં 3 ઇંચ કરતા વધારે વરાદ ખાબક્યો હતો. જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. અમરેલીના વાતાવરણમાં થયેલા ફેરફારની સૌથી વધારે અસર જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે સ્થિતિ ખુબ જ વિકટ બની છે. અમરેલીના મોટા સમઢીયાળા, ખોડી, રુગનાથપુરમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે ચોમાસામાં જોવા મળે તેવા દ્રશ્યો સર્જાયા હતા. ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.

બાબરીયાધાર સહિતના ગીરના વિસ્તારોમાં ધોધમાર
બાબરીયાધાર, બરબરટાણા વિસ્તારમાં 3 ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે શેરીઓમાં નદીઓ વહેતી થઇ હતી. ધીરે ધીરે નદીમાં પુર આવ્યું હતું. ત્યાર બાદ ધસમસતો પ્રવાહ નદીમાં વહેતો થયો હતો. બાબરીયાધારની ઘીયળ નદીમાં પુરની સ્થિતિ સર્જાઇ હતી. આ ધસમસતા પ્રવાહમાં ટ્રક વચ્ચે આવી જતા ટ્રક તણાવા લાગ્યો હતો. જેમાં પાંચ લોકો ફસાયા હતા. જો કે GRD જવાનો દ્વારા તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. તમામના રેસક્યું બાદ જીવ થાળે પડ્યો હતો.

    follow whatsapp