Ahmedabad News: રાજ્યમાં ડૂબી જવાથી મોત થવાની ઘટનાઓ સતત વધી રહી છે. ગઈકાલે મહીસાગર નદીમાં ડૂબી જવાથી 2 લોકોના મૃત્યુ નિપજ્યાં બાદ હવે ખેડા જિલ્લામાં 4 યુવકોના ડૂબવાનો બનાવ સામે આવ્યો છે. જેમાંથી 3 યુવકોના મૃત્યુ નિપજ્યાં છે, જ્યારે એકનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ADVERTISEMENT
9 મિત્રોનું ગ્રુપ ગયું હતુ ગળતેશ્વર
મળતી માહિતી અનુસાર, અમદાવાદના 9 જેટલા મિત્રોનું ગ્રુપ રવિવારે ખેડા જિલ્લાના ગળતેશ્વર ગયા હતા. અહીં આ 9 મિત્રોમાંથી કેટલાક મહીસાગર નદીમાં ન્હાવા ઉતર્યા હતા. આ દરમિયાન એક યુવક અચાનક પાણીમાં ડૂબવા લાગ્યો હતો. જેથી તેને બચાવવા જતાં એક બાદ એક એમ કુલ 4 મિત્રો નદીમાં ડૂબ્યા હતા.
મહીસાગર નદીમાં ડૂબ્યા હતા 4 મિત્રો
આ બનાવની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યા હતા અને ડૂબી ગયેલા યુવકોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન એક યુવકને તરવૈયાઓઓ બચાવી લીધો હતો. તો અન્ય એક યુવકનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.
3ના મોતથી પરિવારમાં માતમ
સાથે જ અન્ય 2 યુવકોની નદીમાં શોધખોળ હાથ ધરાઈ હતી. જે બાદ પાણીમાં લાપતા બનેલા અન્યે બે યુવકોના મૃતદેહ આજે મળી આવતા તેને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમ એક સાથે 3 મિત્રોના મૃત્યુ નિપજતા પરિવારમાં માતમ છવાયો છે.
ADVERTISEMENT