અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં 5 ઓગસ્ટ પછી ફરીથી મોનસૂન સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે. જેના પરિણામે રાજ્યમાં મધ્ય અને ઉત્તર ગુજરાત બાજુ અતિભારે વરસાદ ખાબકી શકે છે. આની સાથે જ હવામાન ખાતાની આગાહી પ્રમાણે 10થી વધુ જિલ્લામાં ફરીથી ચોમાસુ જામી શકે છે. પરંતુ આગામી 3 દિવસ સુધી વરસાદ પડવાની સંભાવના વધારે છે.
ADVERTISEMENT
ખેડૂતોના પાક સામે સંકટ
ગુજરાતમાં આગામી ત્રણથી ચાર દિવસ ધોધમાર વરસાદ ખાબકી શકે એવી આગાહીએ ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિનું નિર્માણ કરી દીધું છે. હવે 8,9,10 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં અતિભારે વરસાદ ખાબકશે ઉલ્લેખનીય છે કે આ સિઝનના વરસાદના કારણે ઘણી તારાજી સર્જાઈ છે અને બીજી બાજુ જો ફરીથી વરસાદની સિસ્ટમ સક્રિય થઈ ગઈ તો ખેડૂતોના પાકને નુકસાન પહોંચવાની પ્રબળ સંભાવના છે.
જાણો ક્યારે ક્યાં વરસાદ પડવાની સંભાવના
સોમવારની વાત કરીએ તો સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, પોરબંદર, દીવ, ગાંધીનગર, બોટાદ, દમણ, ભરૂચ, ભાવનગર, આણંદ અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબકી શકે છે. જ્યારે બીજી બાજુ મંગળવારે નવસારી, વલસાડ, પંચમહાલ, વડોદરા, સુરત, ડાંગ, છોટાઉદેપુર, અમરેલી, આણંદ, અમદાવાદ, બોટાદ, અરવલ્લીમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના.
ADVERTISEMENT