લ્યો બોલો, ડ્રાય સ્ટેટ ગુજરાતમાં 8 દિવસમાં જ ડ્રંક એન્ડ ડ્રાઇવ 2737 કેસ નોંધાયા, દારૂબંધી પર ઉઠયા સવાલો

અમદાવાદ: શહેરના ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત બાદ ટ્રાફિક પોલીસ સતત એક્શન મોડ પર જોવા મળી રહ્યું છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં ટ્રાફિક નિયમો તોડનારાઓ…

gujarattak
follow google news

અમદાવાદ: શહેરના ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત બાદ ટ્રાફિક પોલીસ સતત એક્શન મોડ પર જોવા મળી રહ્યું છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં ટ્રાફિક નિયમો તોડનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે 22 જુલાઈથી 02 ઓગસ્ટ સુધીના કેસના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. એક તરફ દારૂબંધી છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં ડ્રંક એન્ડ ડ્રાઇવના 2737 કેસ નોંધાયા છે.

ઇસ્કોન બ્રિજની ઘટના બાદ પોલીસ તંત્ર એક્સનમોડ પર જોવા મળી રહ્યું છે. આ દરમિયાન પોલીસ તંત્રએ ખાસ ડ્રાઇવનું આયોજન કર્યું છે. જેમાં રાજ્યમાં 7 દિવસમાં 2723 નબીરા દારૂ પીને વાહન ચલાવતા પકડાયા છે. જ્યારે 22 જુલાઈથી 31 જુલાઈ દરમિયાન ઓવર સ્પિડના 20737 કેસ નોંધાયા છે. ત્યારે ભય જનક રીતે વાહન ચલાવવાના 6174 કેસ નોંધાયા છે. ગફલત ભરી રીતે વાહન હંકારવાના 4865 કેસ નોંધાયા છે. ફક્ત 7 દિવસની ડ્રાઇવ દરમિયાન કુલ 8766 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

દારૂબંધી સામે ઉઠયા સવાલો
અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલના અકસ્માત બાદ ગુજરાત પોલીસ સફાળી જાગી છે. અને સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યું છે. ત્યારે પોલીસની કામગીરી સરકારની દારૂબંધીની પોલ ખીલી નાખી છે. ડ્રાય સ્ટેટ ગુજરાતમાં જઅને દારૂબંધી ફક્ત ને ફક્ત કાગળ પર જ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં 22 જુલાઇથી 31 જુલાઇ સુધીમાં ડ્રંક એન્ડ ડ્રાઈવ ના 2737 કેસ નોંધાતા દારૂબંધી સામે પણ સવાલો ઉઠયા છે.

શું છે ડીજીપીનો આદેશ?
ગુજરાત પોલીસ વડાના આદેશ પ્રમાણે હવે એક મહિના માટે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ટ્રાફિકના નિયમોને લઈને પોલીસ સ્પેશ્યલ ડ્રાઈવ ચલાવશે. ઓવર સ્પીડ, સ્ટંટબાજોને પકડવા, લાયસન્સ, હેલમેટ, રોંગ સાઈડ વાહન ચલાવવું, સિગ્નલ તોડવા સહિતના ટ્રાફિકના નિયમોને લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે.

    follow whatsapp