Vibrant Gujarat 2024 : ગુજરાતના બજેટ કરતાં નવ ગણું વધુ રોકાણ, વાયબ્રન્ટ સમિટમાં નોંધાયો ઐતિહાસિક રેકોર્ડ

Vibrant Gujarat Global Summit 2024 : આજે ગુજરાતમાં ચાલી રહેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો છેલ્લો દિવસ હતો. ત્રણ દિવસમાં MOU અને કન્ટ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું…

gujarattak
follow google news

Vibrant Gujarat Global Summit 2024 : આજે ગુજરાતમાં ચાલી રહેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો છેલ્લો દિવસ હતો. ત્રણ દિવસમાં MOU અને કન્ટ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આજે સમાપન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ, કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા સહિત રાજ્યના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત અને સપૂર્ણ દેશ માટે આ વર્ષની વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ખૂબ ખાસ રહી છે. ચાલો જાણીએ કે આ વર્ષે સમિટમાં કેટલા MOU થયા અને કુલ કેટલું રોકાણ થયું.

ગુજરાતના બેજટ કરતાં આટલા ગણું રોકણ થયું

જો આ વર્ષની વાયબ્રન્ટ સમિટની વાત કરીએ તો ગુજરાતમાં રેકોર્ડ બ્રેક MOU થયા છે. રાજ્યમાં 10મી વાયબ્રન્ટ સમિટમાં રૂ. 26.33 લાખ કરોડના MOU થયા છે. 10મા વાયબ્રન્ટમાં 41,299 MOU થયા છે. 98 ,540 પ્રોજેક્ટમાં કુલ 45 લાખ કરોડથી વધુના MOU થયા છે. જો ગયા વર્ષની વાત કરવામાં આવે તો 2022માં કોરોનાને કારણે મુલત્વી રહેલી વાયબ્રન્ટ સમિટમાં 57, 241 પ્રોજેક્ટ્સમાં ₹18.87 લાખ કરોડના રોકાણોના MoU થયા હતા. વાયબ્રન્ટ સમિટની આ 10મી કડીમાં વર્ષ 2024મા 41, 299 પ્રોજેક્ટ્સમાં ₹26.33 લાખ કરોડના રોકાણો માટેના MoU થયા છે. કુલ મળીને 98,540 પ્રોજેક્ટ્સ માટે ₹45 લાખ કરોડથી વધુના રોકાણો માટે MoUની વિરલ અને ઐતિહાસિક સિદ્ધિ ગુજરાતે હાંસલ કરી.

ઐતિહાસિક રોકાણ અને MOU થયા

આ વર્ષે રોકાણને આકર્ષવા માટે ગુજરાત સરકારે રેકોર્ડ તોડ્યો છે. આ વખતે 36 કન્ટ્રી સેમિનાર, 21 થિમેટિક સેમિનાર યોજાયા હતા. જ્યારે 77 ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના 17 મંત્રીઓ વાઇબ્રન્ટમાં હાજર રહ્યા હતા. 150 અલગ અલગ સેમિનાર યોજાયા હતા. 13 રાજ્યોના 6 અલગ અલગ સેમિનાર યોજાયા હતા. 19 રાજ્યોના પ્રતિનિધિ વાઇબ્રન્ટ ગુજરાતમાં હાજર રહ્યા હતા. આ વખતે રોકાણની વાત કરવામાં આવે તો ઐતિહાસિક રોકાણ અને MOU થયા છે.

    follow whatsapp