અમદાવાદ: રાજ્યમાં આજે કોરોનાના સંક્રમણમાં સામાન્ય ઘટાડો થયો છે. આજે 241 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. ગઇકાલની સરખામણીમાં આજે કોરોનાના સંક્રમણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે . ગઈકાલે 262 કેસ નોંધાયા હતા. આજે સૌથી વધારે અમદાવાદમાં 79 કેસ નોંધાયા છે. જ્યારે મોત ને લઈને રાહતના સમાચાર છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી કોઈ પણ વ્યક્તિનું મોત નથી થયું.
ADVERTISEMENT
જાણો ક્યાં છે કેટલું સંક્રમણ
અમદાવાદમાં સૌથી વધુ 79 નવા કેસ નોંધાયા છે. મોરબીમાં 23 કેસ, વડોદરા 23,રાજકોટ કોર્પોરેશન22 સુરત કોર્પોરેશન 21, વડોદરા કોર્પોરેશન 11, મહેસાણા 9, રાજકોટ 6,ગાંધીનગર કોર્પોરેશન 5, કચ્છ 5, કેસ નોંધાયો છે.
વેકસીનેશનના આંકડા વધારી રહ્યા છે ચિંતા
રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 99.04 ટકા છે જ્યારે વેકસીનેશનની વાત કરવામાં આવે તો આજે માત્ર 736 લોકોએ વેક્સિન લીધી છે. 18 વર્ષથી વધુની ઉંમરના લોકોમાં પ્રથમ ડોઝ 78 અને બીજો ડોઝ 83 લોકોએ લીધો છે. જ્યારે 12થી 14 વર્ષના માત્ર 2 લોકોએ પ્રથમ અને 1 વ્યક્તિએ બીજો ડોઝ લીધો છે જ્યારે 15થી 17 વર્ષના વ્યક્તિઓમાં માત્ર 3 વ્યક્તિએ પ્રથમ ડોઝ અને 23 વ્યક્તિએ બીજો ડોઝ લીધો છે. જ્યારે 62 લોકોએ પ્રિકોશન ડોઝ લીધો છે.
રાજ્યમાં આજે 241 લોકો કોરોનાથી સંક્રમિત બન્યા છે. ત્યારે બીજી તરફ 129 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ત્રણ દિવસથી કોરોનાથી એક એક વ્યક્તિનું મોત થઈ રહ્યું છે. ત્યારે આજે રાહતના સમાચાર સામે આવ્યા છે. આજે કોરોનાથી કોઈ મોત નથી થયું.
આ પણ વાંચો: કિરણ ખેર બાદ પૂજા ભટ્ટ પણ કોરોનાના સકંજામાં, ટ્વિટ કરી આપી માહિતી
કોનાથી અત્યાર સુધીમાં 11050 લોકોના મોત
અત્યાર સુધીમાં કુલ 12,67,419 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો કે રાજ્યમાં હાલ કુલ 1191 એક્ટિવ કેસ છે. જે પૈકી 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 1185 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી 11050 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.
ADVERTISEMENT