ખંભાળિયાના બેહ ગામે અગાઉની માથાકૂટને લઈને 23 વર્ષીય યુવાનની હત્યા, પોલીસ કાફલો ઘટના સ્થળે

દ્વારકા: રાજ્યમાં હત્યાની ઘટનાઓ છાસ વારે બની રહે છે. અનેક વખત કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠયા છે. આ દરમિયાન દ્વારકામાં હત્યાની ઘટના સામે આવી…

gujarattak
follow google news

દ્વારકા: રાજ્યમાં હત્યાની ઘટનાઓ છાસ વારે બની રહે છે. અનેક વખત કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠયા છે. આ દરમિયાન દ્વારકામાં હત્યાની ઘટના સામે આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના બેહ ગામે કૌટુંબિક જૂની અદાવતના કારણે તકરાર થઈ હતી. જેમાં 23 વર્ષીય યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમણે સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેહ ગામે કાકા મોટા બાપુના ભાઈઓ વચ્ચે મારામારી નારણ સંધ્યા નામના ગઢવી યુવકની હત્યા થતા ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેહ ગામમાં આસો તારો રોડ ઉપર વાડી વિસ્તારમાં કાકા મોટા બાપુના ભાઈઓ વચ્ચે કોઈ કારણસર ડખો થયો હતો. જેમાં અને મારામારી થઈ હતી આ દરમિયાન નારણ પબુભાઈ શિંધિયા(ઉ. આશરે ૨૩)ને ઈજા પહોંચી હતી. ગંભીર ઇજાના પગલે યુવકને વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવતા તેમનું મૃત્યુ થયું હતું. નીપજતાં બનાવ હત્યામાં પલટાયો છે.

21મી સદીમાં પણ અંધશ્રદ્ધાનું અસ્તિત્વ, પોરબંદરમાં 2 માસની બાળકીને ભુવાએ દીધો ડામ

યુવાનંને વધુ ઈજાગ્રસ્ત હોવાથી યુવાન નું મોત થયા સમગ્ર બનાવ હત્યામાં પલટાયો હતો. ત્યારે હત્યાની ઘટના ને લઈ દેવભૂમિ દ્વારકા પોલીસ જામનગર પહોંચી છે. ત્યારે જુની અદાવતમાં તકરાર થઇ હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ ગણાવી રહ્યા છે. ત્યારે પોલીસે આ ઘટનાણએ લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

(વિથ ઈનપુટ: રજનીકાંત જોશી, દ્વારકા)

    follow whatsapp