ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્યના 23 DySP કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ સાથે જ 3 PIને બઢતી આપવામાં આવી છે. સાથે જ અમદાવાદ તથા બોટાદના નવા SPની પણ નિમણૂંક કરવામાં આવી છે. જેમાં અમિત વસાવાને અમદાવાદ ગ્રામ્યના SPનો ચાર્જ સોંપાયો છે. જ્યારે કિશોર બલોલિયાને બોટાદના SPનો ચાર્જ સોંપાયો છે.
ADVERTISEMENT
પોલીસ બેડામાં થયેલા આ ફેરફારોમાં એચ. એ રાઠોડને વડોદરા શહેરના મદદનીશ પોલીસ કમિશનર બનાવાયા છે. જ્યારે રાજકોટ સેન્ટ્રલ જેલના નાયબ પોલીસ અધિક્ષક રાકેશ દેસાઈને ગાંધીનગર, IBમાં નાયબ પોલીસ અધિક્ષક બનાવાયા છે. અમદાવાદના એ.ટી.એસના નાયબ પોલીસ અધિક્ષક બી.પી રોઝીયાને સુરત શહેરના મદદનીશ પોલીસ કમિશનર બનાવાયા છે. જ્યારે મોડાસાના ભરત બસીયાને રાજકોટ શહેરમાં ACP ક્રાઇમ તરીકે મુકાયા છે.
આ સાથે જ અન્ય જે ત્રણ PIને બઢતી સાથે બદલી કરવામાં આવી છે તેમાં મોરબીના PI એમ.આર ગોઢાણિયાને ડીસામાં, આઈ.બીના નાયબ પોલીસ અધિક્ષક બનાવાયા છે. જ્યારે એ.સી.બીના બી.એસ રબારીને વડોદરા શહેરમાં વિશેષ શાખાના મદદનીશ પોલીસ કમિશનર બનાવાયા છે. જ્યારે મોરબીના જ PI વી.બી જાડેજાને બઢતી અપાઈ છે અને નિમણૂંક માટે તેઓ વેઈટિંગમાં છે.
ADVERTISEMENT