ગાંધીનગર: રાજ્ય બિપોરજોયને લઈ તંત્ર એલર્ટ મોડ પર છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, વાવાઝોડું દ્વારકાથી 290 કિમી દૂર છે. હાલ 10 કિમીની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. આ સાથે આગામી 15 જૂન સાંજ સુધી વાવાઝોડું માંડવી અને કરાચી વચ્ચે ટકરાશે. જેને લઈ માંડવી અને કરાચી વચ્ચે વાવાઝોડું લેન્ડફોલ થશે. વાવાઝોડાને લઈ સંભવિત અસરથી બચવા રાજ્યમાં NDRF અને SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. ત્યારે કચ્છમાં સૌથી વધુ NDRF ની ટીમ મોકલવામાં આવી છે.
ADVERTISEMENT
વાવાઝોડાની સ્થિતિનો સામનો કરવા માટે ભારે વરસાદ કે વાવાઝોડાથી કાચા મકાનો, ઝુંપડાઓ કે નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાય છે ત્યાં લોકોની સલામતીને લઈને બચાવ અને રાહત માટે NDRF અને SDRFની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. આ સિવાય દરિયાકાંઠાના જિલ્લાઓમાં 521 પીએસચી, સીએચસી, હોસ્પિટલને દવા, સાધનો, જનરેટરથી સજ્જ કરવામાં આવ્યા છે. પૂર સંભવિત વિસ્તારો 157 એમ્બ્યુલન્સને સ્ટેન્ડબાય રખાઈ છે. માર્ગ-મકાન વિભાગે પણ 95 ટીમોને આઠ જિલ્લામાં પહોંચાડી દેવાની વ્યવસ્થા કરી છે.
અહી અપાયું રેડ એલર્ટ
ગંભીર વાત એ છે કે વાવાઝોડુ કચ્છમાં લેન્ડફોલ કરશે ત્યારે તે વેરી સિવિયર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે પ્રચંડ શક્તિશાળી ચક્રાવાત રહેશે જેના પગલે સમગ્ર કચ્છ, દ્વારકા, જામનગર જિલ્લામાં રેડ એલર્ટ અને સૌરાષ્ટ્રના બાકીના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.
પાંચ લોકો ગુમાવી ચૂક્યા છે જીવ
બીપોરજોય વાવાઝોડાંમાં બે માસુમ બાળક સહિત 5 માનવ જિંદગી છીનવાઇ ચૂકી છે. જેમાં જસદણ પાસે બાઈક પર ઝાડ પડતા પરિણીતાનું મોત થયું છે. તો કચ્છમાં દીવાલ ધરાશાઈ થવાથી 2 બાળકોના અને પોરબંદરમાં મકાન પડતા આધેડનું મોત થયું છે. આ ઉપરાંત મોરબીમાં રંગપર બેલા રોડ પર આવેલ સીરામીક ફેકટરીમાં ચીમની માથે પડતા એક મહિલાનું મોત નિપજ્યું
આટલા જિલ્લાઓમ કરવામાં આવ્યું લોકોનું સ્થળાંતર
કચ્છ જિલ્લામાં 6500 લોકોનું સ્થળાંતર
જામનગર જિલ્લામાં 1500 લોકોનું સ્થળાંતર
પોરબંદર જિલ્લામાં 550 લોકોનું સ્થળાંતર
દ્રારકા જિલ્લામાં 5000 લોકોનું સ્થળાંતર
મોરબી જિલ્લામાં 2000 લોકોનું સ્થળાંતર
NDRF ની આટલી ટીમ છે આ જિલ્લામાં
- જૂનાગઢ-1
- કચ્છ -4
- જામનગર -2
- પોરબંદર-1
- દ્વારકા-3
- ગીર સોમનાથ -1
- મોરબી-1
- રાજકોટ-3
- વડોદરા રિઝર્વ – -2 ( આ ઉપરાંત ૧ રિઝર્વ ટીમ દીવ ખાતે રવાના)
- ગાંધીનગર – 1 રિઝર્વ
- વલસાડ – 1
SDRFની આટલી ટીમ છે આ જિલ્લામાં
- જૂનાગઢ 1
- કચ્છ 2
- જામનગર 2
- પોરબંદર 1
- દ્વારકા 2
- ગીર સોમનાથ 1
- મોરબી 1
- પાટણ 1
- બનાસકાંઠા 1
- સુરત રિઝર્વ – 1
કુલ 12+1
ADVERTISEMENT