બોટાદના બરવાળામાં જે પ્રમાણે દેશી દારૂના સેવનથી મોતનું તાંડવ સર્જાયું હતું એના કારણે પોલીસની નબળી કામગીરીની ટિકા કરવામાં આવી રહી છે. આ દેશી દારૂકાંડમાં કુલ 45 લોકોનાં મોત થયા હતા અને હજુ પણ ઘણા લોકો સારવાર હેઠળ છે. તેવામાં વર્ષ 2021 દરમિયાન પોલીસે દારૂબંધી વચ્ચે ગુજરાતમાં કેવી કામગીરી કરી એની સમગ્ર યાદી બહાર આવી છે. જેમાં તેમણે વર્ષ દરમિયાન કુલ 34,060 આરોપીની ધરપકડ કરી હતી અને કુલ 27, 843 ગુના નોંધાયા હતા. ચલો 2021માં દારૂના પકડાયેલા કુલ જથ્થાની કિંમત સહિત પોલીસે હાથ ધરેલી માહિતી પર નજર કરીએ…
ADVERTISEMENT
દેશી દારૂ વેચતા 1 લાખથી વધુ આરોપીની ધરપકડ
વર્ષ 2021માં પોલીસની કામગીરી ઘણી સારી રહી હતી. આ દરમિયાન દેશી દારૂનું વેચાણ કરતા કુલ 1 લાખ 40 હજાર 924 આરોપીઓ સામે ગુના નોંધાયા હતા. જેમાંથી પોલીસે કુલ 1 લાખ 33 હજાર 229 આરોપીની ધરપકડ કરી લીધી હતી.
દેશી દારૂનું દુષણ વર્ષ 2021માં પણ જોરશોરથી રાજ્યામાં ધમધમી રહ્યું હતું. જેનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે 2021માં કુલ 14 કરોડ 15 લાખ રૂપિયાના દેશી દારૂનો જથ્થો પોલીસે નષ્ટ કરી દીધો હતો. જ્યારે કુલ 1609 વાહનો જપ્ત કર્યા હતા.
34 હજાર આરોપી વિદેશી દારૂ વેચતા ઝડપાયા
IMFL (ઈન્ડિયન મેડ ફોરેન લિકર) એટલે વિદેશી દારૂના વેચાણના આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ 2021માં પોલીસે વિદેશી દારૂનું વેચાણ કરતા કુલ 34,060 આરોપીઓની ધરપકડ કરી હતી. આ દરમિયાન 27,843 સામે ગુના નોંધાયા હતા. વિદેશી દારૂના વેચાણમાં વપરાયેલા કુલ 11,518 વાહનોને પોલીસે જપ્ત કરી લીધા હતા.
બુટલેગરો સામે પોલીસની કાર્યવાહીનાં આંકડા
દેશી અને વિદેશી દારૂનું વેચાણ કરતા લિસ્ટેડ બુટલેગરો વિરૂદ્ધ કુલ 20,444 ગુના નોંધાયા છે. જ્યારે પોલીસે 920 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા.
ADVERTISEMENT