મહેસાણા: કડીમાં આવેલા કાસવા ગામમાં ગોગા મહારાજના મંદિરની પ્રાણ પતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. 6 તારીખ સુધી ચાલનારા આ મહોત્સવમાં રોજ અલગ કલાકારો દ્વારા ડાયરો કરાઈ રહ્યો છે. જેમાં સાધુ-સંતો પર લાખો રૂપિયાનો વરસાદ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે બુધવારે ડાયરામાં ડોલરની સાથે સાથે ચાંદીની નોટોના બંડલ પણ ઉડતા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
ડાયરામાં કીર્તિદાન પર 2000ની ચાંદીની નોટોનો વરસાદ
કડીના કાસવા ગામમાં બુધવારે રાત્રે કીર્તિદાન ગઢવીએ ડાયરાની રમઝટ બોલાવી હતી. જેમાં ડોલરની સાથે સાથે કીર્તિદાન ગઢવી પર 2000 રૂપિયાની ચાંદીની નોટોનો વરસાદ થયો હતો. જેને લઈને તેઓ ચર્ચામાં આવી ગયા હતા. થોડા દિવસો પહેલા જ કીર્તિદાન પર સોના-ચાંદીના સિક્કાનો વરસાદ થયો હતો, ત્યારે હવે ચાંદીની નોટોનો વરસાદ થતા ડાયરામાં આવેલા લોકોમાં કુતુહલ જોવા મળ્યું હતું.
ગોગા મહારાજના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ડાયરાનું આયોજન
નોંધનીય છે કે, કડીમાં કાશીધામ કાસવા તરીકે જાણીતા ગામમાં વર્ષો જૂનું ગોગા મહારાજનું મંદિર આવેલું છે. જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરીને જીણોદ્ધાર કરવાનું આયોજન છે. આ માટે કાસવા ગામે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 2 માર્ચથી લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરામાં કીર્તિદાન ગઢવી ઉપરાંત ગમન સાંથલ, ઉર્વશી રાદડિયા, પરેશદાન ગઢવી સહિતના કલાકારોએ રમઝટ બોલાવી હતી.
ADVERTISEMENT