વડોદરા : શહેરના શંકરપુરા ગામના તળાવમાં 2 યુવકો ન્હાવા પડ્યા બાદ ડુબી ગયા હોવાની વિગતો સામે આવી છે. પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બે યુવકો ડૂબ્યાં હતા. ઘટના અંગે વિગતો માહિતી મળતા તળાવમાં ન્હવા માટે પડ્યા હતા. ત્યારબાદ તેઓ ડૂબી જતા તેમના મોત નિપજ્યાં હતા. હાલ તો ઘટનાની વિગતે માહિતી મળતાની સાથે જ ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.
ADVERTISEMENT
શંકરપુરા ગામના તળાવમાં ન્હાવા પડેલા યુવકો પાણીમાં ડૂબી જતા મોતની ઘટનાથી નાનકડા ગામમાં ભારે ચકચાર મચી ગઇ છે. જે ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. બંન્ને યુવકો પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા. બંન્ને નહી નહાવા માટે પડ્યા હતા. જે ઘટનાની જાણ લોકોને થતાં ઘટનાસ્થળે લોકોનાં ટોળે ટોળા ઉમટી પડ્યા છે.
તળાવમાં ન્હાવા પડેલા યુવકો પાણીમાં ડૂબી જવાની જાણ ફાયર વિભાગને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બંન્ને યુવકોની શોધખોળ હાથ ધરી હતી. તેમજ ઘટના સ્થળે પોલીસનો કાફલો પણ પહોંચ્યો છે. બંન્નેના મૃતદેહો મળ્યા બાદ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT