વડોદરા : શહેરના કમાટીબાગ વડોદરાવાસીઓ માટે એક પર્યટનનું સ્થળ છે. અહીં અવનવા પ્રાણીઓ હોય છે. જો કે આજે કમાટીબાગ કંઇક અલગ જ કારણે ચર્ચામાં આવ્યું છે. અહીં રાખવામાં આવેલા હિપોપોટેમસે રાઉન્ડમાં ગયેલા ઝૂ ક્યુરેટર અને સિક્યુરિટી ગાર્ડ પર જીવલેણ હુમલો કરતા બંન્નેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંન્ને ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ઝૂ ક્યુરેટરના MRI પણ શક્ય નથી. ઉંડા ઘાને કારણે તેમને એમઆરઆઇ સેન્ટર પહોંચાડવા પણ મુશ્કેલ છે.
ADVERTISEMENT
સયાજીબાગમાં અનેક હિંસક પશુઓ પરંતુ આવી ઘટના પ્રથમવાર બની
સયાજીબાગમાં વિવિધ પ્રકારનાા હિંસક પ્રાણીઓ છે. પ્રાણી સંગ્રહાલયમાં ઝૂ ક્યુરેટર તરીકે પ્રત્યુષ પાટણકર ફરજ બજાવે છે. તેઓ સમયાંતરે ઝૂ ક્યુરેટર સિક્યુરિટી ગાર્ડ સાથે પ્રાણીઓની આરોગ્યલક્ષી તપાસ માટે અવારનવાર જતા હોય છે. આજે પણ પોતે સિક્યુરિટી જવાન મનોજભાઇ સાથે આરોગ્યલક્ષી રાઉન્ડ પર નિકળ્યાં હતા. ઝૂ ક્યુરેટર મનોજભાઇને હિપોપોટેમસને રખાયેલા પિંજરામાં ગયા હતા. દરમિયાન હિપોપોટેમસે અચાનક ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર અને મનોજભાઇ પર જીવલેણ હુમલો કર્યો હતો. અધિકારી અને સિક્યુરિટી ગાર્ડ કંઇ પણ વિચારે તે પહેલા જ હિપ્પોપોટેમસે જીવલેણ હુમલો કર્યો હતો. જેના કારણે બંન્ને સ્થળ પર જ પડી ગયા હતા. અન્ય સ્ટાફે બંન્નેને બહાર કાઢ્યા હતા.
બંન્નેને તત્કાલ સારવાર માટે ICU માં ખસેડવામાં આવી
ઇજાગ્રસ્ત ક્યુરેટરને તત્કાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બંન્નેને તત્કાલ સારવાર માટે ICU માં દાખલ કરવામાં આવ્યા હતા. લોહી મોટા પ્રમાણમાં વહી જવાના કારણે બંન્નેની સ્થિતિ ગંભર છે. તબીબો દ્વારા તેઓનું MRI કરવા તજવીજ હાથ ધરાઇ હતી. જો કે બ્લિડિંગ નહી અટકતા ફરી આઇસીયુમાં દાખલ કરી દેવાયા હતા. જો કે હજી સુધી કયા કારણથી હિપ્પોએ આવો હિંસક હુમલો કર્યો તેનું કારણ શોધવાના પ્રયાસો શોધાઇ રહ્યા છે. હાલ તો સમગ્ર ઘટનાને કારણે ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા છે.
ADVERTISEMENT