વલસાડઃ ગુજરાતમાં કોરોના મહામારી સામે વેક્સિન એક રાહત સમાન બની ગઈ છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી એક્ટિવ કેસોની સંખ્યા અને સંક્રમિતોના દરમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે જોવાજેવું એ રહ્યું કે ફરી એકવાર જિલ્લામાં કોવિડનો પગપેસારો થયો છે. વાપીના 2 વૃદ્ધનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ મળી આવ્યો છે. અત્યારે તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
વાપીના સિનિયર સિટીઝન પોઝિટવ…
પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે વલસાડ જિલ્લામાં ઘણા સમય પછી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વાપીના 71 વર્ષીય મહિલા અને 72 વર્ષીય પુરુષનો કોવિડ રિપોર્ટ પોઝિટવ આવ્યો છે. તેમના કારણે છેલ્લા ઘણા સમય પછી જિલ્લામાં કોવિડ કેસો નોંધાયા છે. અત્યારે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે બંને દર્દીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
With Input: કૌશિક જોશી
ADVERTISEMENT