Narendra Modi Oath Ceremany: નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. આ માટે આજે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહ પહેલા મોદી 3.0ના સંભવિત મંત્રીઓને શપથ માટેના ફોન આવવા લાગ્યા છે. સૂત્રોને ટાંકીને સમાચાર સામે આવી રહ્યા છે કે કેબિનેટમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતનો હિસ્સો ઘટશે.
ADVERTISEMENT
ગુજરાતમાંથી 5 નેતાઓને કરાઈ જાણ
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતમાંથી અમિત શાહ, એસ.જયશંકર , મનસુખ માંડવિયા, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને નીમુબેન બાંભણિયાને મંત્રી બનાવવામાં આવી શકે છે. આ પાંચેયને શપથ માટે જાણ કરી દેવામાં આવી છે. તો ચૂંટણી પહેલા રાજા-રજવાડા પર એક નિવેદન આપીને વિવાદમાં સપડાયેલા રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાને હજુ સુધી જાણ કરવામાં આવી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પરસોત્તમ રૂપાલાને મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી સંભાવના લગભગ નહીંવત લાગી રહી છે.
કોને-કોને આવ્યા ફોન?
- અમિત શાહ - BJP
- એસ. જયશંકર - BJP
- સી. આર. પાટીલ - BJP
- નીમુબેન બાંભણિયા - BJP
- મનસુખ માંડવિયા - BJP
- અશ્વિની વૈષ્ણવ - BJP
- રાવ ઇન્દ્રજીત સિંહ - BJP
- મનોહર લાલ ખટ્ટર - BJP
- શાંતનુ ઠાકુર - BJP
- રાજનાથ સિંહ - BJP
- નીતિન ગડકરી - BJP
- પીયૂષ ગોયલ - BJP
- જ્યોતિરાદિત્ય સિંધિયા - BJP
- રક્ષા ખડસે - BJP
- જિતેન્દ્ર સિંહ - BJP
- લલન સિંહ - JDU
- જીતનરામ માંઝી - HAM
- કુમારસ્વામી - JDS
- રામનાથ ઠાકુર - JDU
- ચિરાગ પાસવાન - LJP (R)
- અનુપ્રિયા પટેલ - અપના દળ(એસ)
- જયંત ચૌધરી - RLD
- પ્રતાપ રાવ જાધવ - શિવસેના (શિંદે)
- મોહન નાયડૂ - TDP
- પી ચંદ્રશેખર પેમ્માસાની - TDP
નવા મંત્રીપરિષદના સભ્યો સાથે મુલાકાત કરશે મોદી
નરેન્દ્ર મોદી શપથગ્રહણ સમારોહ પહેલા નવા મંત્રીપરિષદના સભ્યોની સાથે તેમના નિવાસ સ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પર મુલાકાત કરશે. શપથગ્રહણ સમારોહ માટે રાષ્ટ્રપતિ ભવન ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણને લઈને રાજધાની દિલ્હી અને રાષ્ટ્રપતિ ભવનની આસપાસ લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ADVERTISEMENT