અરવલ્લી : જિલ્લાના બાયડ ખાતે આવેલા ઝાંઝરીના ધોધમાં ડુબી જવાના કારણે બે યુવકોનાં મોત નિપજ્યાં હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના મેઘાણીનગરથી કુલ 6 લોકો અહીં પિકનીક માટે આવ્યા હતા. જે પૈકી બે યુવાનોના ડુબી જવાથી મોત નિપજ્યાં હતા. ભોગીયા ધરામાં ડુબી જવાની ઘટના સામે આવી છે. જીતુ બગેલ અને અમન તોમર નામના બે વ્યક્તિઓનાં ડુબી જવાને કારણે મોત નિપજ્યાં હતા. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
ADVERTISEMENT
અરવલ્લીના બાયડ ખાતે ઝાંઝરી ધોધમાં નહાવા માટે ગયા હતા
અરવલ્લીના બાયડ ખાતે આવેલા ઝાંઝરી ધોધમાં નહવા માટે પડેલા 2 વ્યક્તિઓનાં મોત નિપજ્યાં છે. અમદાવાદના મેઘાણીનગરથી ઝાંઝરી ધોધ ખાતે ફરવા માટે આવ્યા હતા. આ દરમિયાન ભોગીયા ધરામાં 6 વ્યક્તિઓ ધોધમાં નહાવા માટે પડ્યાં હતા. જો કે જીતુ બગેલ અને અમન તોમન નામના બે મિત્રો ડુબવા લાગ્યા હતા. સ્થાનિકોએ તેમને બચાવવા માટેના પ્રયાસ કર્યો હતો. જો કે બંન્નેના મોત નિપજ્યાં હતા.
ઝાંઝરીનો ધોધ પહેલાથી જ કુખ્યાત છે
અત્રે ઉલ્લેખનીય છેકે, ઝાંઝરી ધોધ જેટલો પ્રખ્યાત છે તેટલો જ કુખ્યાત પણ છે. અહીં પિકનીક મનાવવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. જો કે અહીં ડુબી જવાની ઘટનાઓ સામે આવતી રહે છે. અગાઉ પણ ઇદના તહેવાર દરમિયાન અમદાવાદથી આવેલા યુવાનો પૈકી 3 લોકોના ડુબી જવાના કારણે મોત નિપજ્યાં હતા. હાલ તો પોલીસે અકસ્માતને મોતનો ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT