JAMNAGAR માં સગીરને માર મારવાના કેસમાં 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ

જામનગર: શહેરમાં પોલીસ દ્વારા એક સગીરાને માર મારવાના મુદ્દે પોલીસની ભારે સહન કરવાનો વારો આવ્યો હતો. આખરે પોલીસ સુપ્રીટેન્ડન્ટને આ પ્રકરણની જાણ થતા તેઓએ તત્કાલ…

gujarattak
follow google news

જામનગર: શહેરમાં પોલીસ દ્વારા એક સગીરાને માર મારવાના મુદ્દે પોલીસની ભારે સહન કરવાનો વારો આવ્યો હતો. આખરે પોલીસ સુપ્રીટેન્ડન્ટને આ પ્રકરણની જાણ થતા તેઓએ તત્કાલ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રેમસુખ ડેલુંને કાને વાત પડતા તેમણે તાબડતોબ તપાસના આદેશ આપ્યા હતા. તપાસ બાદ સત્ય બહાર આવતા જિલ્લા પોલીસ વડાએ બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. આકરી કાર્યવાહીના પગલે પોલીસ આલમમાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

અનુસૂચિત જાતીના સગીરને કસ્ટડીમાં માર માર્યો હતો
આ મામલે જાણવા મળતી માહિતી અનુસાર કોઇ પોલીસ કેસમાં અનુસૂચિત જાતિના સગીરને જામનગર સીટી બી ડીવીઝન પોલીસની ડી-સ્ટાફ ટીમ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. હિતેશ ચાવડા અને વનરાજ ખવડે માર માર્યો હતો. ત્યારબાદ આ મુદ્દો ચર્ચાયો હતો. જે અંગે સગીરના પિતાએ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને આ અંગે રજુઆત કરતા તત્કાલ તેમણે તપાસના આદેશ આપ્યા હતા. તપાસમાં કર્મચારીઓ દોષીત સાબિત થતા એસપીએ તાત્કાલિક સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના હિતેશ ચાવડા અને વનરાજ ખવડને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. કાર્યવાહીના પગલે શહેરના પોલીસબેડામાં ચકચાર મચી છે.

આરોપી માઇનર હોવા છતા પોલીસ સ્ટેશન લઇ જવાયો અને ઢોરમાર મરાયો
ઉલ્લેખનીય છે કે, કાયદાની જોગવાઈ મુજબ સગીર આરોપીઓના નામ પણ ગુપ્ત રાખવાના હોય છે. આવી સ્થિતિએ પોલીસ મથકમાં જ મારમારવાની ઘટના ખુબ જ ગંભીર હતી. જેના પગલે એસપીએ કડક કાર્યવાહી કરતા બંન્ને જવાબદાર કોન્સ્ટેબલોને તત્કાલ અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા જોકે કયાં કારણોસર સગીરને માર મારવામાં આવ્યો હતો અને તે કયા કેસમાં આરોપી હતો તે અંગેની કોઇ માહિતી બહાર આવી નથી.

    follow whatsapp