અમરનાથ યાત્રામાં ફસાયેલા સુરતના 19 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યુ કરાયું, વડોદરાના એક શ્રદ્ધાળુનું મોત

સુરત: અમરનાથ યાત્રાના ખરાબ હવામાનના કારણે બંધ કરવામાં આવી છે. જેના કારણે અનેક શ્રદ્ધાળુઓ અધવચ્ચે જ અટવાઈ ગયા છે. ત્યારે ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ પણ અમરનાથની યાત્રાએ…

gujarattak
follow google news

સુરત: અમરનાથ યાત્રાના ખરાબ હવામાનના કારણે બંધ કરવામાં આવી છે. જેના કારણે અનેક શ્રદ્ધાળુઓ અધવચ્ચે જ અટવાઈ ગયા છે. ત્યારે ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ પણ અમરનાથની યાત્રાએ ગયા હતા અને 3 દિવસથી ત્યાં ફસાયેલા હોવાના કારણે ગઈકાલે વીડિયો બનાવીને ગુજરાત સરકાર પાસે મદદની માગણી કરી હતી. ત્યારે સુરતમા 19 શ્રદ્ધાળુઓનું હાલમાં રેસ્ક્યૂ કરાઈ લેવાયું હોવાની વિગતો સામે આવી રહી છે. તો વડોદરાના એક શ્રદ્ધાળુનું મૃત્યુ પણ થયું છે.

સુરતના શ્રદ્ધાળુઓનું સલામત રેસ્ક્યુ
ભાજપના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું કે, અમરનાથ યાત્રામાં ગયેલા સુરતનાં 19 શ્રદ્ધાળુઓ ખરાબ હવામાનને કારણે પંચતરણીનાં કેમ્પમાં ફસાયા હતા, એમને રેસ્ક્યૂ કરવાનાં પ્રયાસો ચાલી રહ્યા હતા પણ ખરાબ હવામાનને કારણે કેમ્પ પર હેપ્ટર કે રેસ્ક્યૂ ટીમ પહોંચી શકે એમ નહોતા. એમને ઝડપથી રેસ્ક્યૂ કરવામાં આવે અને ત્યાં સુધી કેમ્પ પર એમને તમામ પ્રકારની સહાય મળી રહે એ માટે ત્યાંનાં પ્રશાસન સાથે સતત સંપર્કમાં હતો. આજે સવારે સુરતનાં આ 19 શ્રદ્ધાળુઓને કેમ્પમાંથી રેસ્ક્યૂ કરી લેવાયા છે, સૌ સલામત અને સ્વસ્થ છે, ખૂબ ઝડપથી સુરત પાછા ફરશે.

તો બીજી તરફ વડોદરાના ફસાયેલા યાત્રાળુઓ પૈકી ગઈકાલે 58 વર્ષના રાજેન્દ્ર ભાટિયાનું નિધન થયું હતું. હાલમાં તેમના મૃતદેહને વિમાન મારફતે વડોદરા લાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે, અમરનાથ શ્રાઈન બોર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર હવામાન સાફ થયા બાદ જ યાત્રાળુઓને આગળની યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવશે. યાત્રાળુઓને હાલમાં રામબનના ચંદ્રકોટ ખાતે રોકવામાં આવ્યા છે. અહીં ભક્તો માટે નાસ્તા વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હવામાન અનુકૂળ થયા બાદ યાત્રાળુઓને ગુફા તરફ મોકલવામાં આવશે. ત્યારે ખરાબ વાતાવરણના કારણે ત્રણ દિવસથી ગુજરાતના 30થી લોકો ફસાયા છે. સુરતના 19 અને વડોદરાના 20 લોકો ફસાયા છે.

14 વર્ષની બાળકી પણ ફસાઈ
અમરનાથ યાત્રામાં છેલ્લા 3 દિવસથી ફસાયેલા ગુજરાતના લોકો ખરાબ વાતાવરણ અને વરસાદને પગલે બીમાર પડી રહ્યા છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે. ટેન્ટ અને ગાદલાં પલળી ગયા છે. ત્રણ દિવસથી ફસાયા છીએ. માઈનસ ડિગ્રી તાપમાન છે અને સાથે 14 વર્ષની દીકરી છે. અમને રેસ્ક્યૂ કરો. અમને તરત જ લઈ જાય અહીથી. ખૂબ થંડીથી તાવ આવી ગયો છે.

    follow whatsapp