ગાંધીનગર : ગુજરાતમાં બદલી અને બઢતીની મોસમ જામી છે. ગુજરાત પોલીસ બેડામાં ફરી એકવાર ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે 17 PSI ને PI તરીકેની બઢતી આપી છે. રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા વર્ગ-3 ના PSI ને વર્ગ-2 PI તરીકે બઢતી અપાઇ છે. જો કે આ બઢતી હંગામી ધોરણે આપવામાં આવી છે.
ADVERTISEMENT
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના પોલીસ બેડામાં હાલમાં બઢતી અને બદલીઓનો દોર ચાલી રહ્યો છે. અમદાવાદ પોલીસ કમિશ્રન જી.એસ મલિક દ્વારા આજે 1124 પોલીસ હેડ કોન્સ્ટેબલ, ASI અને કોન્સ્ટેબલની બદલીઓ કરી દેવામાં આવી છે. 7 વર્ષ કરતા પણ વધારે સમયથી એક જ પોલીસ સ્ટેશનમાં ચિપકીને બેઠેલા આ પોલીસ કર્મચારીઓને કમિશ્રને દિવાળી પહેલા જ બદલીઓ કરી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા 538 ASI ને PSI તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. ગૃહ વિભાગે હંગામી ધોરણે શરતોને આધીને આ પ્રમોશન આપ્યું છે. ત્યારે PSI ને પણ PI તરીકે પ્રમોશન આપી દેવાયા છે. હાલ લોકસભા પહેલા આખી સરકારમાં જાણે કે ઉલટ પલટ જોવા મળી રહી છે. લોકસભા ચૂંટણી પહેલા સમગ્ર વહીવટી અને કાયદો અને વ્યવસ્થા સાથે જોડાયેલા તમામ મહેકમામાં ઉથલ પાથલ જોવા મળી રહી છે.
આ રહી બઢતી પામેલા પોલીસ કર્મચારીઓની યાદી
ADVERTISEMENT