અમદાવાદ : ગુજરાતમાં હાલમાં જાણે કે બઢતી અને બદલીઓનો ઘાણવો ઉતરી રહ્યો છે. એક પછી એક વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની બદલીની મોસ જામી છે. હાલમાં જ 3 IAS અધિકારીઓની બદલીના સમાચાર આવ્યા ત્યાં સરકાર દ્વારા 55 મામલતદારની બદલી અને 161 નાયબ મામલતદારોને મામલતદારની બઢતી આપવામાં આવી છે.
ADVERTISEMENT
મામલતદાર-નાયબ મામલતદારની બઢતી અને બદલીની યાદી વાંચવા ક્લિક કરો…
ગુજરાત સરકાર દ્વારા મોડી રાત્રે નોટિફિકેશન બહાર પાડીને વર્ગ-2 ના 55 મામલતદારોની બદલીના આદેશ આપ્યા છે. આ ઉપરાંત 161 પરિવારોમાં ખુશીનો માહોલ છવાયો છે. કારણ કે સરકાર દ્વારા 161 નાયબ મામલતદાર (વર્ગ-3) ના અધિકારીઓને મામલતદાર (વર્ગ-2) ની બઢતી આપીને બદલી પણ કરી છે. જેથી 161 નાયબ મામલતદાર હવે મામલતદાર બનશે.
ADVERTISEMENT