16 વર્ષની ગુજરાતી યુવતીએ 110 દિવસ સુધી માત્ર ગરમ પાણી પીને ઉપવાસ કર્યા, 18 કિલો વજન ઉતરી ગયું

Jain Girl Fasting: ગુજરાતી પરિવારની એક 16 વર્ષની જૈન યુવતીએ 110 દિવસ ઉપવાસ કર્યા. તેણે 3 મહિનાથી વધુ સમય સુધી કંઈ નહોતું ખાધું. આ યુવતીનું…

gujarattak
follow google news

Jain Girl Fasting: ગુજરાતી પરિવારની એક 16 વર્ષની જૈન યુવતીએ 110 દિવસ ઉપવાસ કર્યા. તેણે 3 મહિનાથી વધુ સમય સુધી કંઈ નહોતું ખાધું. આ યુવતીનું નામ ક્રિશા શાહ છે. કૃશાનો પરિવાર મુંબઈના કાંદિવલીમાં રહે છે અને આ સિદ્ધિની ઉજવણી માટે પરિવારે ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું હતું. જૈન ધર્મના નિષ્ણાતો કહે છે કે, આમ તો કેટલાક ઋષિ-મુનિઓએ આટલી તપસ્યા કરી છે, છતાં નાની બાળકી માટે આટલા લાંબા સમય સુધી વ્રત રાખવું એ મોટી વાત છે. ક્રિશા શાહની આટલા લાંબા ઉપવાસની યાત્રા 11મી જુલાઈએ 16 દિવસના ઉપવાસના સંકલ્પ સાથે શરૂ થઈ હતી. ક્રિશાએ શનિવારે (28 ઓક્ટોબરે) પોતાનો ઉપવાસ તોડ્યો. આ અવસરે ગુજરાતી શાહ પરિવારે ઉત્સવનું આયોજન કર્યું હતું. ક્રિશાનો પરિવાર ગુજરાતના મહેસાણા જિલ્લાના સાલડી ગામનો વતની છે.

માત્ર ગરમ પાણી પીધું

TOIના અહેવાલ મુજબ, ક્રિશાની માતાએ કહ્યું કે તેમની પુત્રીને આ 110 દિવસમાં સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. તે દરરોજ સવારે 9 થી સાંજના 6:30 વાગ્યા સુધી માત્ર ગરમ પાણી પીતી હતી. આટલા લાંબા સમય સુધી ક્રિશાએ પાણી સિવાય બીજું કશું જ લીધું ન હતું.

18 કિલો જેટલું વજન ઉતરી ગયું

ક્રિશાની માતા રૂપા શાહે જણાવ્યું કે તેણે 11 જુલાઈથી ઉપવાસ શરૂ કર્યા હતા. ધીરે ધીરે તેણે ઉપવાસના દિવસો વધારવાનું શરૂ કર્યું. 11મા ધોરણમાં અભ્યાસ કરતી ક્રિશા ઉપવાસના પહેલા ચાલીસ દિવસ શાળાએ ગઈ હતી. ક્રિશાના પરિવારજનોએ જણાવ્યું કે, થોડા દિવસો પછી તેમની દીકરીને ભૂખ ન લાગી. ઉપવાસના દિવસોમાં તે જૈન ધર્મ સંબંધિત પુસ્તકો વાંચતી અને પ્રાર્થના પણ કરતી. પરંતુ 110 દિવસ સુધી કંઈ ન ખાવાને કારણે ક્રિશાનું વજન 18 કિલો ઘટી ગયું.

ક્રિશાના ગુરુ મુનિ પદ્મકલશ મહારાજે જણાવ્યું કે, તેણે 110 દિવસનો ઉપવાસ રાખ્યો. અમે એવા કોઈ વ્યક્તિ વિશે જાણતા નથી જેણે ઉપવાસના કોઈપણ પૂર્વ અનુભવ વિના 110 દિવસ ઉપવાસ કર્યા હોય. આ ક્રિશાનું આત્મ-નિયંત્રણ અને અનુશાસન દર્શાવે છે. તેણે આ ઉદાહરણ પણ આપ્યું છે કે માનવ બુદ્ધિ અસંભવ લાગતી ઉપલબ્ધિ પણ હાંસેલ કરી શકે છે.

    follow whatsapp