સાંસદ લાલુ પટેલના ફાર્મહાઉસ પર 15 વર્ષીય બાળકનું સ્વીમીંગ પુલમાં ડુબવાથી મોત, પાર્ટી કરવા ગયો હતો પરિવાર

દમણ: આકરા ઉનાળા વચ્ચે ગરમીથી રાહત મેળવવા માટે નદી અને સ્વીમીંગ પુલમાં પહોંચે છે. ત્યારે બેદરકારી જીવનનો અંત પણ લાવી શકે છે. આ પ્રકારની ઘટના…

gujarattak
follow google news

દમણ: આકરા ઉનાળા વચ્ચે ગરમીથી રાહત મેળવવા માટે નદી અને સ્વીમીંગ પુલમાં પહોંચે છે. ત્યારે બેદરકારી જીવનનો અંત પણ લાવી શકે છે. આ પ્રકારની ઘટના સંઘ પ્રદેશ દમણમાં આવેલા સાંસદ લાલુ પટેલના ફાર્મહાઉસ પર બની છે. પારડીના ઉમરસાડીનો પરિવારના 15 વર્ષીય બાળકનું સ્વિમિંગ પુલમાં ડુબવાથી મોત થયું છે. આ ઘટનાને લઈ દમણ કોસ્ટલ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આજે વેકેશન પૂર્ણ થયું અને સ્કૂલ શરૂ થઈ છે. આ દરમિયાન બાળકો હજુ વેકેશનના મૂડમાં છે. ત્યારે જન્મદિવસની ઉજવણી કરવા માટે દમણ દિવ સાંસદ લાલુ પટેલના ફાર્મહાઉસ પર ગયેલ પરિવાર સાથે દુખદ ઘટના ઘટી છે. જેમાં 15 વર્ષીય નીવ પટેલ સ્વિમિંગપુલ માં ન્હાવા ઉતર્યો હતો. આ દરમિયાન પાણીમાં અચાનક બેભાન થઈ ગયો હતો. આ દરમિયાન તાત્કાલિક સારવાર માટે નિવને મરવડ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યારે ફરજ પરના ડોક્ટરે નિવને મૃત જાહેર કર્યો હતો.

પાર્ટી કરવા પહોંચ્યા હતા રિસોર્ટ પર
દીવ- દમણના સાંસદ લાલુ પટેલ ના ફાર્મહાઉસ પર ઉમરસાડીનો પરિવાર જન્મદિવસની ઉજવણી કરવા માટે પહોંચ્યો હતો. આ દરમિયાન પાર્ટીની તૈયારી વચ્ચે બાળકો સ્વિમિંગપુલમાં ન્હાવા ઉતાર્યા હતા. પરંતું પાર્ટીના મૂડમાં રહેલ પરિવાર પર અચાનક આફત આવી અને 15 વર્ષીય નિવનું ફાર્મહાઉસમાં આવેલ સ્વિમિંગપુલમાં દુબવાથી મોત થયું છે. જોકે આ ઘટનાની જાણ પોલીસને કરતાં દમણ કોસ્ટલ પોલીસનો કાફલો સાંસદ સભ્ય લાલુ પટેલના ફાર્મહાઉસ પર પહોંચ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(વિથ ઈનપુટ: કૌશિક જોશી, સેલવાસ)

    follow whatsapp