15મી ઓગસ્ટ પછી રાષ્ટ્ર ધ્વજનું માન ભુલતા લોકોઃ જૂનાગઢમાં ‘તિરંગો વાવો, તુલસીનો છોડ મેળવો’નો સરાહનીય અભિગમ

ભાર્ગવી જોશી.જૂનાગઢઃ ભાજપ, કોંગ્રેસ, આપ અને સરકાર સહિતના કાર્યક્રમોમાં રાષ્ટ્ર ધ્વજને સલામી અપાય છે, જોકે તે પૈકીના કેટલાક કાર્યક્રમો પછી તો રાષ્ટ્ર ધ્વજને આપણે કેટલા…

gujarattak
follow google news

ભાર્ગવી જોશી.જૂનાગઢઃ ભાજપ, કોંગ્રેસ, આપ અને સરકાર સહિતના કાર્યક્રમોમાં રાષ્ટ્ર ધ્વજને સલામી અપાય છે, જોકે તે પૈકીના કેટલાક કાર્યક્રમો પછી તો રાષ્ટ્ર ધ્વજને આપણે કેટલા યાદ રાખીને તેનું માન જાળવીએ છીએ તે અંતર આત્માને પુછવાનો સવાલ છે. હાલમાં ઘર ઘર તિરંગા કાર્યક્રમના તાયફા પછી તો ઠેરઠેર રાષ્ટ્ર ધ્વજનું અપમાન જોવા મળ્યું હતું. રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાથી લઈને તેને જાળવવો એક મોટી જવાબદારી છે. જોકે આપણે તેની સાથે શું કરીએ છીએ તે આપણે સારી રીતે જાણીએ છીએ. આપણા તિરંગાને ક્યાંય પણ લહેરાતો જોઈએ તો તરત જ આપણું માથું સમ્માનથી ઊંચું થઇ જતું હોય છે. તિરંગો હંમેશા લહેરાતો હોય તેવો જોવો જ આપણને પસંદ આવે છે. પણ દર વર્ષે રાષ્ટ્રીય તહેવારો પછી તિરંગો જ્યાં ત્યાં પડ્યો જોવા મળે તો મન એટલું જ દુભાય છે. શક્ય છે કે લોકોને તે તિરંગાનું કરવું શું? તેની જાણકારી ના હોય. જૂનાગઢમાં આ કારણે એક અનોખો અભિગમ અપનાવાયો છે.

તિરંગો વાવવાથી મળે છે તુલસીનો છોડ

દર વર્ષે 15મી ઓગસ્ટ કે અન્ય કોઈ રાષ્ટ્રીય તહેવારના દિવસે દરેક લોકોના હાથમાં તિરંગો જોવા મળી રહેતો હોય છે. પરંતુ આ તહેવારની ઉજવણી બાદ આ તિરંગો તેનો સમ્માન ખોઈને આપણામાંથી જ કોઈને હાથે તે કચરાપેટી કે રોડ પર પડેલો જોવા મળતો હોય છે. આ જોઈને સૌને ખૂબ દુઃખ થતું હોય છે. તિરંગાનું માન-સમ્માન જળવાય તે આપણી જવાબદારી જ નહીં પરંતુ તે ફરજ પણ છે. આથી આઝાદી દિવસના પર્વ નિમિત્તે આ વર્ષે સવાણી હેરીટેજ કન્ઝર્વેશન પ્રા. લી. દ્વારા એક અલગ પ્રકારે ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢમાં આવેલા એન્ટીક કોઈન મ્યુઝિયમ, મજેવડી ગેટ અને સરદાર ગેટ ગેલેરી ખાતે તારીખ 12 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન આવનાર પ્રવાસીઓને પ્રવેશ ટિકિટની સાથે સાથે એક તિરંગો આપવામાં આવશે, જે વિશેષરૂપે તેમના દ્વારા તૈયાર કરાવવામાં આવ્યો છે. 15મી ઓગસ્ટની ઉજવણી કર્યા બાદ આ તિરંગાને આપણા ઘરનાં કુંડા કે બગીચામાં સમ્માનપૂર્વક રોપી શકાય તે મુજબનો બનાવવામાં આવ્યો છે, જેને માટીમાં વાવ્યાં બાદ તેમાંથી તુલસીનો છોડ ઉગે તેવા બીજ તેમાં રાખવામાં આવ્યો છે. તો આવો સૌ ભેગા મળીને તિરંગાને અપનાવીએ અને પવિત્ર એવા તુલસીના છોડને વાવીએ.

સુરત: કાર નીચે બાઈકને 800 મીટર સુધી ઘસડી, CCTV આવ્યા સામે

આ સાથે સાથે જૂનાગઢ મહાનગરપાલિકાના સહયોગથી સરદાર પટેલ ગેટ ખાતેની ગેલેરીમાં એક ઉમેરો થવા જઈ રહ્યો છે. સન 1947ના રોજ ભારત દેશ આઝાદ થયો. પણ આ મળેલી આઝાદીનું આપણે શું કર્યું કેટલું વિભાજન કર્યું? આ વિભાજન કંઈ-કેટલાય પરિવારો માટે અસહનીય હતું. આ સમયે નિર્માણ પામેલી પરિસ્થિતિઓ અને સંજોગોને દર્શાવતી એક ગેલેરી ખુલ્લી મુકવામાં આવશે. આ ઉપરાંત તારીખ 14 અને 15 ઓગસ્ટ ના રોજ સરદાર ગેટ ગેલેરી ખાતે આઝાદી પહેલા અને પછીની પરિસ્થિતિઓને દર્શાવતી અને જૂનાગઢની મુદ્રા ઇકો સોસાયટીના સભ્ય રમેશગીરી ગોસાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલી એક ગેલેરી “આઝાદીની આરપાર” પણ અહીં નિહાળવા મળશે. તેમજ એન્ટીક કોઈન મ્યુઝિયમ મજેવડી ગેટ ખાતે પણ આઝાદીને અનુરૂપ સિક્કાઓનું પ્રદર્શન જૂનાગઢની મુદ્રા ઇકો સોસાયટીના સહયોગથી સવાણી હેરીટેજ કન્ઝર્વેશન પ્રા. લી. દ્વારા અહીં કરવામાં આવ્યું છે.

    follow whatsapp