14 વર્ષીય વિદ્યાર્થી સ્ટેજ પર ઢળી પડ્યો, પ્રાથમિક તારણમાં હાર્ટ એટેક આવ્યાનું ખુલ્યું

રાજકોટ: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ અટેકથી મૃત્યુના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ક્રિકેટ રમતા, વાહન ચલાવતા કે અન્ય રીતે એક બાદ એક…

gujarattak
follow google news

રાજકોટ: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ અટેકથી મૃત્યુના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ક્રિકેટ રમતા, વાહન ચલાવતા કે અન્ય રીતે એક બાદ એક મોતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ દરમિયાન વધુ એક હાર્ટ એટેકથી મોતની ઘટના સામે આવી છે. રાજકોટના રીબડા ગામ નજીક આવેલ SGVP ગુરુકુળમાં ધોરણ 10 માં અભ્યાસ કરતો દેવાંશ ભાયાણી નામનો વિદ્યાર્થી સ્ટેજપર ઢળી પડ્યો હતો. વિદ્યાર્થીને બેભાન હાલતમાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

હાલ વિદ્યાર્થીના મૃતદેહ ને PM માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો.ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરોએ પ્રાથમિક તારણ જણાવતા કહ્યું હતુંકે વિદ્યાર્થીને નાનપણથી હૃદયનું ભાર વધવાની બીમારી હતી તેમજ આજે હૃદયનો ભાર એકાએક વધી જતા હાર્ટ એટેક આવ્યું હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે.જોકે વિદ્યાર્થીના મોત પાછળ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સાચી હકીકત બહાર આવશે.

થોડા દિવસ પહેલા પણ એક વિધ્યાર્થીએ ગુમાવ્યો હતો જીવ
રાજકોટમાં થોડા દિવસ પહેલા જ એક યુવાને પોતાની નાની ઉંમરમાં જ જીવ ગુમાવ્યો છે. કલ્પેશ પ્રજાપતિ નામનો યુવાન રાજકોટના વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરી રહ્યો હતો. આર્કેટિક એન્જિનિયરિંગના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. તેમના અભ્યાસને માત્ર 20 દિવસ જ બાકી હતા. ત્યારે અચાનક હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું હતું.
(વિથ ઈનપુટઃ નીલેશ શિશાંગિયા, રાજકોટ)

    follow whatsapp