ભાર્ગવી જોશી/જૂનાગઢ: જૂનાગઢના ઉપરકોટમાંથી 13 વર્ષના એક છોકરાની લાશ મળવાની ઘટનામાં LCBએ ત્રણ શકમંદોની અટકાયત કરીને રાઉન્ડ અપ કરી તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસે આપેલી માહિતી મુજબ ઉપરકોટ ગેટના અંદર એક ખાણમાંથી કિશોરની લાશ મળી આવી હતી. જેના લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. આ લાશની ઓળખ માહિર ઈકબાલ કાદરી તરીકે થઈ છે.
ADVERTISEMENT
સ્કૂલ ફીના પૈસા લઈને ઘરેથી નીકળ્યો હતો સગીર
માહિર જુનાગઢના કપડા કોડિયાની ગુફા પાસે આવેલ ધારાગઢ દરવાજે રહેતો હતો. તેના પિતા ઈકબાલ કાદરી જણાવ્યું કે, સોમવારે સાંજથી માહિર ગુમ થયો હતો. તે વાલી-એ સોરઠ સ્કૂલમાં અભ્યાસ કરે છે. ધોરણ 8માં પાસ થયા બાદ તે ધોરણ 9માં આવ્યો હતો. આથી પિતાએ તેને ફીના 1400 રૂપિયા આપ્યા હતા, જે તેમના જમાઈને આપવાના હતા. આથી માહિર ઘરેથી જયુપિટર લઈને પૈસા સાથે નીકળ્યો હતો. પરંતુ જમાઈને ફોન કરતા માહિર ન આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
આખી રાત પોલીસે શોધખોળ કરી
આથી પરિવારે માહિરની શોધખોળ હાથ ધરી હતી. બાદમાં એ ડિવિઝન પોલીસમાં પણ જાણ કરાઈ હતી. જેથી પોલીસની ટીમ માહિરની શોધખોળ કરી રહી હતી. જોકે તેની કોઈ ભાળ મળી નહોતી. બીજા દિવસે મંગળવારે ઉપરકોટના ગેટ પાસે તેનું ટુ-વ્હીલર પડ્યું હોવાની માહિતી મળતા પોલીસે ત્યાં તપાસ હાથ ધરી હતી. જેમાં ખાણમાંથી માહિરની લાશ મળી આવી હતી. માહિરને માથામાં પથ્થરના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. જ્યારે તેના એક હાથને કૂતરાઓએ ફાડી ખાધો હતો.
જુગારમાં પૈસાના ડખામાં હત્યાની આશંકા
પોલીસે લાશનો કબજો લઈને તપાસ હાથ ધરી હતી. આ અંગે તેના પિતાએ જણાવ્યું કે, સલીમ બકરોના બે દીકરા અને અન્ય એક કિશોર હત્યામાં શકમંદ જણાયા હતા. જેથી પોલીસે હાલ આ ત્રણેયની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. માહિર ધોરણ આઠમાં અભ્યાસ કરતો હતો અને જુગાર રમવાનો શોખીન હતો. તેથી જુગારમાં કોઈ માથાકૂટ થયા હોવાને પગલે આ હત્યા થઈ હોય તેવું એ ડિવિઝન પોલીસનું અનુમાન છે તપાસ કરી રહી છે.
ADVERTISEMENT