Lion Family in Gir: છેલ્લા ઘણાં સમયથી સિંહના ટોળા ફરતા જોવા મળી રહ્યા છે. સિંહના ટોળાથી સોશિયલ મીડિયામાં રમૂજ પણ થતી હોય છે કે હવે તો સિંહના પણ ટોળા હોય છે. સિંહના ટોળા હોવાની કહેવતને લોકો ખોટી સાબિત કરી રહ્યા છે. ત્યારે ગીર વિસ્તારના ગ્રામ્ય પંથકમાં એક-બે નહીં પણ એક સાથે 12 સિંહનું ટોળું રોડ પર લટાર મારતું જોવા મળ્યું હતું. સિંહના ટોળા ન હોવાની કહેવત ફરી ખોટી પુરવાર થઈ રહી છે. સિંહોનું સામ્રાજ્ય ગણાતા જૂનાગઢ જિલ્લામાં સિંહના ટોળાનો વીડિયો વાયરલ થયો હતો. આ સિંહ પરિવાર અચનાક રોડ પર જોવા ત્યાંથી પસાર થતાં રાહદારીએ મોબાઈલમાં વીડિયો ઉતારી લેતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
ADVERTISEMENT
સોરઠ પંથકમાં ચોમાસાની ઋતુમાં સિંહ પરીવાર શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં આવી ચડ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ અને અમરેલીના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સમયાંતરે સિંહ જોવા મળી રહ્યા છે. જેને લઈને વાડી વિસ્તારમાં કામ કરતા ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાતની આન, બાન અને શાન સમા સિંહો એક સમયે જંગલ વિસ્તાર તરફ રહેતા હતા અને ત્યાર બાદ ગ્રામ્ય વિસ્તાર તરફ વળ્યા છે. ત્યારે હવે સિંહ લોકોના ઘર સુધી અનેક વખત પહોંચી ચૂક્યા છે. એક સાથે 12 સિંહોને જોતા આસપાસમાં વસવાટ કરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT