ગાંધીનગર : ગુજરાતમાં ચૂંટણીની સિઝન જામી છે. તમામ પક્ષો પોતપોતાની રીતે પ્રચાર પ્રસાર તો કરી જ રહ્યા છે. આ ઉપરાંત મજબુત નેતાઓને એકબીજા તરફ આકર્ષી પણ રહ્યા છે. તેવામાં સીનિયર નેતાઓ પોતાનાં કુટુંકની ટિકિટ માટે આઘાપાછા થઇ રહ્યા છે. જો કે આવા સમયે એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં કોંગ્રેસનાં 11 ટર્મથી ધારાસભ્ય રહી ચુકેલા અને આદિવાસી દિગ્ગજ મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો.
ADVERTISEMENT
કોંગ્રેસના દિગ્ગજ નેતા મોહનસિંહ રાઠવાએ રાજનીતિના સન્યાસ બાદ કોંગ્રેસમાંથી સન્યાસ લઇ લીધો
ગુજરાત કોંગ્રેસમાં દિગ્ગજ નેતા એવા મોહનસિંહ રાઠવા અગાઉ પોતે નિવૃતીની જાહેરાત કરી હતી. જો કે અચાનક હવે તેઓએ ભાજપમાં જોડાવાની જાહેરાત કરતા ચકચાર મચી ગઇ છે. તેની સામે છોટાઉદેપુર સીટ પરથી મોહનસિંહ રાઠવાના પુત્રને ભાજપ ટિકિટ આપી શકે છે. રાજુ રાઠવા પણ તેમની સાથે ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.
અનેક મહત્વપુર્ણ જવાબદારીઓ નિભાવી ચુક્યાં છે રાઠવા
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પૈકીના એક નેતા 2022 માં ચૂંટણી નહી લડવા માટેની જાહેરાત કરી ચુક્યાં હતા. જો કે તેઓ પહેલાથી જ પોતાના પુત્ર માટે ટિકિટ માંગી રહ્યા હતા. ભાજપ ખાસ કરીને પીએમ મોદી હાલ આદિવાસી રાજનીતિમાં ખાસ રસ લઇ રહ્યા છે ત્યારે ભાજપ માટે આ ખુબ જ મોટું પગલું છે. આદિવાસી સમાજના દિગ્ગજ નેતાએ ભાજપનો હાથ પકડ્યો છે. જો કે સામે સવાલ એવો પણ થાય છે કે, ભાજપ ત્યાના સીટિંગ એમએલએ સી.કે રાઉલજીનું શું કરશે. તેમનો અસંતોષ કઇ રીતે ડામશે તે પણ એક મોટો સવાલ છે.
ADVERTISEMENT