ઈન્દોરમાં મંદિર દુર્ઘટનામાં કચ્છના પાટીદાર સમાજના 11 લોકોના મોત, કુલ મૃત્યુઆંક વધીને 35 થયો

ઈન્દોર: ગુરુવારે દેશભરમાં રામ નવમીની ઉજવણી કરાઈ રહી હતી. દરમિયાન ઈન્દોરમાં શહેરના સૌથી જૂના વિસ્તારો પૈકીના એક એવા સ્નેહ નગરમાં આવેલા બેલેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની…

gujarattak
follow google news

ઈન્દોર: ગુરુવારે દેશભરમાં રામ નવમીની ઉજવણી કરાઈ રહી હતી. દરમિયાન ઈન્દોરમાં શહેરના સૌથી જૂના વિસ્તારો પૈકીના એક એવા સ્નેહ નગરમાં આવેલા બેલેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ જામી હતી. સવારના લગભગ 11:55 વાગ્યા હતા. રામ જન્મોત્સવને લઈને મંદિરમાં હવન ચાલી રહ્યો હતો, પરંતુ જ્યારે લોકો પૂર્ણ વિસર્જન માટે પોતપોતાની જગ્યા પર ઉભા હતા ત્યારે મોટો અકસ્માત થયો. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. કેટલાય લોકો લગભગ 50 ફૂટ ઊંડા ખાડામાં પડી ગયા હતા. પછીથી જાણવા મળ્યું હતું કે લોકો જેને જમીન માની રહ્યા હતા, તે એક પગથિયાંની છત હતી. મંદિર પ્રશાસને એક જૂના પગથિયાંને ભર્યા વિના તેને ઢાંકી દીધી હતી. અકસ્માત બાદ મોટાપાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં એનડીઆરએફ, એસડીઆરએફ તેમજ સેનાના જવાનોની મદદ લેવામાં આવી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત નિપજ્યા છે.

કચ્છના 11 લોકોના મોત
જેમાં કચ્છના 11 લોકોના પણ મોત નિપજ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. મૂળ કચ્છના પાટીદાર સમાજના લોકો ધંધાર્થે ઇન્દોરમાં મોટી સંખ્યા વસવાટ કરે છે. ગઈકાલે બેલેશ્વર મહાદેવ મંદિરમાં વાવની છત ઘસી પડતા તેમાં અનેક લોકો પડ્યા હતા. તેમાં કચ્છના નખત્રાણા તાલુકાના કચ્છ પાટીદાર સમાજના 11 લોકોના મોત નિપજ્યા છે. એકસાથે 11 લોકોના મોત થતા જિલ્લામાં હાલ શોકનું મોજું ફરી વળ્યું છે.

મૃતકો નાં નામ નીચે મુજબ છે

  •  લક્ષ્મીબેન રતિલાલ દીવાણી ૭૦ (ટોડીયા)
  •  દક્ષાબેન લક્ષ્મીકાંત રામાણી ૫૮ (નખત્રાણા)
  •  કનકબેન કૌશલ લક્ષ્મીકાંત રામાણી ૩૨ (નખત્રાણા)
  •  ગોમતીબેન ગંગદાસ પોકાર ૭૦ (રામપર સરવા)
  •  પુષ્પાબેન દિનેશભાઈ પોકાર ૪૯ (હરીપર)
  •  કસ્તુર બેન મનોહર ભાઈ રામાણી ૭૩ (નખત્રાણા )
  •  પ્રિયંકા બેન પોકાર ૩૦(હરીપર)
  •  વિનોદભાઈ ધનજીભાઈ નાકરણી ૫૮( વિરાણી મોટી)
  •  શારદાબેન કેશવલાલ પોકાર ૫૫ (રામપર, સરવા)
  •  રતનબેન નાનજીભાઈ રામાણી ૭૩ (નખત્રાણા )
  •  જાનબાઈ ગંગારામ ભાઈ નાથાણી ૭૨ (નખત્રાણા)

હજુ પણ બચાવકાર્ય ચાલુ
ઈંદોરના ડિવિઝનલ કમિશનર પવન શર્માએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત થયા છે. રાહત કાર્ય હજુ પણ ચાલુ છે. અત્યાર સુધીમાં 18 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, 15 NDRF, 50 SDRF અને 75 આર્મી જવાનોની ટીમ રેસ્ક્યુ ઓપરેશનમાં સામેલ છે.

સીડી દ્વારા લોકોને બચાવવામાં આવ્યા
દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, છત ધરાશાયી થયા બાદ પગથિયાંમાં ફસાયેલા લોકો પોતાનો જીવ બચાવવા માટે વાવની બાજુમાં બનાવેલી સીડીઓ પર ચઢી ગયા હતા. જેમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ હતી. બચાવકર્મીઓ પગથિયાના કૂવામાં સીડી નાખીને દોરડા વડે બાંધીને લોકોને બહાર કાઢતા હતા.

(વિથ ઈનપુટ: કૌશિક કાંઠેચા)

    follow whatsapp