આજે રાજ્યમાં કોરોનાના સંક્રમણમાં ગઈ કાલની સરખામણીમાં કોઈ ફેરફાર થયો નથી. છેલ્લા 24 કલાકમાં 678 લોકો સંક્રમિત થયા છે ગઈ કાલે પણ 678 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. જ્યારે આજે પણ સંક્રમિત કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આજે એક હજારથી વધુ લોકો ડીસચાર્જ થયા છે. કુલ 1082 લોકો કોરોનાથી સાજા થયા છે. આ સાથે જ મૃત્યુ આંકે તંત્રની ચિંતા વધારી છે આજે કોરોનાથી 4 વ્યક્તિના મૃત્યુ થયા છે.
ADVERTISEMENT
રાજ્યમાં કોરોનાના કેસને ધ્યાને રાખીને રાજ્યમાં વેકસીનેશન પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 1,93,177 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. હાલ 5321 એક્ટિવ કેસ છે જ્યારે 12 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 5309 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી કુલ 10985 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 1246972 લોકો ડિસ્ચાર્જ થયા છે.
રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 98.71 ટકા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 172013 પ્રિકોશન ડોઝ 18 થી 59 વર્ષ સુધીના લોકો માટે આપવામાં આવ્યા છે. આ સાથે જ 11,93,09,087 વેક્સિનના કુલ ડોઝ ગુજરાતમાં આપવામાં આવ્યા છે. રાજ્યમાં બોટાદ, નર્મદા, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને ડાંગમાં કોઈ પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. આ સાથે અમદાવાદ,ભરૂચ, અમદાવાદ કોર્પોરેશન અને ગાંધીનગર કોર્પોરેશનમાં એક- એક દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 16,047 નવા કેસ નોંધાયા છે અને 54 લોકોના મોત થયા છે. અગાઉ મંગળવારે દેશમાં કોરોના વાયરસના 12,751 નવા કેસ નોંધાયા હતા જ્યારે 42 લોકોના મોત થયા હતા. ગઈકાલની સરખામણીમાં નવા સંક્રમિત દર્દીઓની દૈનિક સંખ્યામાં 3296 નો વધારો નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ 4,41,90,697 કેસ નોંધાયા છે જ્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 15,21,429 રસીકરણ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT