વિપીન પ્રજાપતી/પાટણ : ભાજપમાં દિગ્ગજ ગણાતા નેતા અને છેલ્લા ઘણા સમયથી સાઇડ લાઇન થઇ ચુકેલા જયનારાયણ વ્યાસ દ્વારા આખરે ભાજપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાયા હતા. અહીં તેમણે પોતાના જ વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસ તરફથી ઉભા રહેલા સિદ્ધપુર બેઠકના ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે મત માંગ્યા હતા. આ પ્રચારના અનુસંધાને તેઓ રાજપુરમાં ગયા હતા.
ADVERTISEMENT
જે ગામ માટે હું ગોળી ખાવા તૈયાર હતો તેમાંથી કોઇ ન આવ્યું
જો કે આ ગામમાં તેમને કોઇ આવકાર મળ્યો નહોતો. તેમણે ગામના લોકોને ફોન કરીને બોલાવ્યા તો માંડ 10 લોકો જ ભેગા થયા હતા. જેથી તેમણે કહ્યું કે, રાજપુર મારુ ગામ છે. વ્યાસે જણાવ્યું કે, એક સમયે તેના માટે હું ગોળી ખાવા માટે પણ તૈયાર હતો. મે કલેક્ટર વિનોદ રાવને કહ્યું હતું કે, પહેલી ગોળી મને મારો. ગામનો રેલવે પ્રશ્ન ઉકેલાઇ ગયો મુખ્યમંત્રીની ખાતરીની તમે રાહ જોઇ રહ્યા હતા? આ મુદ્દે તમે સફળ થાઓ અને છેતરાયા તેવું ન લાગે.
હું હવે ગામના અન્ન જળનો ત્યાગ કરૂ છું
રાજપુરમાંથી જે પ્રકારનો નબળો મને પ્રતિસાદ મળ્યો તે જોઇને હું હતોસ્તાહ થયો છું. મારી જાહેર સભા બાદ અનેક લોકોએ મને ફોન કર્યા તે બદલ આભાર. જો કે ગામમાં બોલી પણ ન શકાય તેટલા લોકો હાજર રહ્યા જે ખુબ જ દુખદ છે. એક જ મયાનમાં બે તલવાર રહી શકે નહી માટે આ ઘડીથી હું રાજપુર વિસ્તારના અન્ન-જળનો ત્યાગ કરૂ છું. રાજપુર વિસ્તારમાં આવતા કોઇ પણ ઘરનું હું પાણી પણ નહી પીઉ તેવી પ્રતિજ્ઞા કરૂ છું. હું હવે આ ગામ માટે મરી ગયો છું તેવું સમજજો. હું હવે ગામમાં ક્યારે પણ પગ નહી મુકું. મારાથી કોઇનું દિલ દુભાયું હોય અને નારાજગી હોય તો માફી માંગુ છું.
ADVERTISEMENT