એક ક્લિકથી ઉઠાવી લીધા લાખો રૂપિયા, સુરત સાયબર ક્રાઇમે બિહારથી આરોપીને ઝડપી પાડયા

સુરત: એક તરફ દેશ અને દુનિયા ડિજિટલાઈઝેશન તરફ સતત આગળ વધી રહ્યા છે. ત્યારે બીજી તરફ સાઇબર ફ્રોડપણ સતત વધી રહ્યા છે. એક ક્લિક કરવાથી…

એક ક્લિકથી ઉઠાવી લીધા 10 લાખ, સુરત સાયબર ક્રાઇમે બિહારથી આરોપીને ઝડપી પાડયા

એક ક્લિકથી ઉઠાવી લીધા 10 લાખ, સુરત સાયબર ક્રાઇમે બિહારથી આરોપીને ઝડપી પાડયા

follow google news

સુરત: એક તરફ દેશ અને દુનિયા ડિજિટલાઈઝેશન તરફ સતત આગળ વધી રહ્યા છે. ત્યારે બીજી તરફ સાઇબર ફ્રોડપણ સતત વધી રહ્યા છે. એક ક્લિક કરવાથી હવે બેન્ક એકાઉન્ટ ખાલી થઈ જવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. અઅ દરમિયાન વધુ એક સાયબર ફ્રોડ સામે આવ્યો છે.જેમાં સુરત સાઇબર પોલીસે ઝારખંડની કુખ્યાત જામાતારા ગેંગના આરોપીઓને બિહાર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે.

રાજ્ય સહિત દેશભરમાં સાયબર ક્રાઇમ સતત વધી રહ્યો છે. અઅ દરમિયાન હાલમાં PM VIKAS YOJANA.apk નામની લીંક દ્વારા કંપનીના એક્સીસ બેંકના કેશ ક્રેડીટ કરંટ એકાઉન્ટના નેટ બેંકીંગના યુઝરનેમ તથા પાસવર્ડની ચોરી કરી બેંક હોલ્ડર સંમતિ વગર તેઓનું નેટ બેંકીંગ ઓપન કરી તેમાં રૂપિયા ટ્રાન્સફર કરી છેતરપિંડી કરતી ગેગ સક્રિય થઈ હોવાની વાત સામે આવી હતી આ મામલે સુરતમાં એક વ્યક્તિ ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

બિહારથી આરોપી ઝડપાયા
આરોપી બેનીફીશીયરી એકાઉન્ટમાં HDFC બેંકના બે એકાઉન્ટો કરી તેમાં રૂ.10,00,000/- IMPS/RTGS થી ટ્રાન્સફર કરી લઇ ઘટનાને અંજામ આપવામાં આવી હોવાની ફરિયાદ આધારે સુરત સાઇબર ક્રાઈમ પોલીસે તપાસ શરૂ કરી હતી. સાયબર ફ્રોડ મામલે ઝારખંડની કુખ્યાત જામાતારા ગેંગના લોકો સંડોવણી સામે આવી હતી. જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે સહજ ઉર્ફે અંકુર, શુભમ, રોશનકુમાર, અશફાક, અશરફઅલીને બિહાર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આ કારનામું કરનાર આરોપીઓ મોટા ભાગના વિધ્યાર્થી છે. અઅ સાથે જ તમામ 18 થી 25 વર્ષના જ છે.

 

    follow whatsapp