સરકારી નિવૃત કર્મચારી સાથે હજ પઢવાના નામે 10 લાખની છેતરપિંડી, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

જામનગર: રાજ્યમાં ફ્રોડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ક્યારેક સાયબર ફ્રોડ ટો ક્યારેક એકના ડબલ કરવાની લાલચમાં ફ્રોડ. આ વચ્ચે જામનગરમાં ફ્રોડની ઘટના સામે…

gujarattak
follow google news

જામનગર: રાજ્યમાં ફ્રોડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ક્યારેક સાયબર ફ્રોડ ટો ક્યારેક એકના ડબલ કરવાની લાલચમાં ફ્રોડ. આ વચ્ચે જામનગરમાં ફ્રોડની ઘટના સામે આવી છે. જામનગરમાં દંપતીને હજ પઢવા મામલે 10 લાખની છેતરપિંડીની ઘટના સામે આવી છે. હજની ટિકિટ માટે પૈસા મોકલ્યા બાદ ટિકિટ અને વિઝા  ન મળતા  અમદાવાદના ફૈઝ ટૂર એન્ડ ટ્રાવેલ્સના દંપતી સામે ફરિયાદ નોંધાઈ છે.

જામનગરમાં દંપતી સાથે હજ પઢવાના નામે રૂ.10 લાખની છેતરપિંડીની ફરિયાદ પોલીસમાં નોંધાતા ઓહાપો મચ્યો છે. ધાર્મિક સ્થળ પર જવા મામલે પણ ફ્રોડ થતાં અનેક સવાલો ઉઠયા છે.   જામનગરના નિવૃત્ત સરકારી કર્મચારી રફીકભાઈ ખીરા તથા તેમના પત્નીએ હજ પઢવા જવા માટે અમદાવાદના ફૈઝ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સવાળા સાહીનબેન મહંમદ કાલીમ તથા મહંમદ કાલીમ પરીયાણીનો સંપર્ક કર્યો હતો. તેમણે રફીકભાઈને બેંક એકાઉન્ટમાંથી રકમ ટ્રાન્સફર કરવા સૂચના આપી હતી. ત્યારે પૈસા મોકલ્યા પરંતુ ટિકિટ ન આપતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે.

આ પણ વાંચો: દીકરો દીકરી એક સમાન પણ ફક્ત બોલવા ખાતર!!!! બીજી વખત દીકરીને જન્મ આપતા સાસરિયાંના ત્રાસ થી પરણીતાએ આપઘાતનો કર્યો પ્રયાસ

હજ પઢવાના નામે રૂ.10 લાખની છેતરપિંડી
પૈસા મોકલવાનું કહેતા નિવૃત સરકારી કર્મચારીએ  રૂ.10 લાખ અને 10 હજારની રકમ સાહીનબેનના બેંક એકાઉન્ટમાં મોકલાવી હતી. તે રકમ મળી ગયા પછી ટિકિટ અને વીઝા મળી જશે તેવી વાત ગત તા.25 માર્ચ 2022 ના દિવસે કરવામાં આવી હતી. ત્યારે  રફીકભાઈને ટિકિટ અને વીઝાના નામે આંબા આંબલી બતાવવામાં આવતા હતા. હજ જવા મામલે  સતત દસ મહિના સુધી આ બાબતે જુદા જુદા બહાના કાઢ્યા પછી સાહીનબેન અને મહંમદ કાલીમ ટિકિટ કે વીઝા તો ઠીક રકમ પણ પરત આપતા ન હતા. ત્યારે આ ઘટના ને લઈને તેથી રફીકભાઈ તેમની સામે ફરિયાદ કરી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp