Sapna Choudharyની થશે ધરપકડ? બિનજામીનપાત્ર વોરંટ જાહેર, શું છે મામલો?

Sapna Choudhary Non-Bailable Warrant: કરોડો દિલોની ધડકન અને જાણીતી ડાન્સર સપના ચૌધરીને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. હવે તેના ફેન્સને જોરદાર ઝટકો લાગી શકે છે.

Sapna Choudhary

કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ સપના ચૌધરી

follow google news

Sapna Choudhary Non-Bailable Warrant: કરોડો દિલોની ધડકન અને જાણીતી ડાન્સર સપના ચૌધરીને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. હવે તેના ફેન્સને જોરદાર ઝટકો લાગી શકે છે. સપના ચૌધરી હવે કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. ટૂંક સમયમાં જ હરિયાણવી ડાન્સર જેલમાં જઈ શકે છે. હવે તેની સામે મોટું એક્શન લેવામાં આવ્યું છે. જાણો શું છે સમગ્ર મામલો જાણીએ વિગતવાર...

સપના ચૌધરી સામે બિનજામીનપાત્ર વોરંટ 

સપના ચૌધરી હવે ગંભીર આરોપોનો સામનો કરી રહી છે. બિગ બોસથી આખા દેશમાં ફેસમ થયેલી અને જોરદાર ફેન ફોલોઈંગ મેળવનાર સપના ચૌધરી સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેરવામાં આવ્યું છે. જેનો અર્થ એ થયો છે કે હવે તેમને જામીન નહીં મળી શકે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે ડાન્સર વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. તેની સામે નોંધાયેલી ફરિયાદ બાદ જ કોર્ટે આ મોટી કાર્યવાહી કરી છે. 


સપના ચૌધરીએ શું કર્યું છે?

રિપોર્ટ્સનું માનીએ તો સપના ચૌધરી વિરુદ્ધ દિલ્હીની તીસ હજારી કોર્ટે આ વોરંટ જાહેર કર્યું છે. દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગમાં નોંધાયેલી ફરિયાદ બાદ જ કોર્ટે સપના ચૌધરી વિરુદ્ધ આ વોરંટ જારી કર્યું છે. દિલ્હીની ઈકોનોમિક ઓફેન્સ વિંગે ડાન્સર વિરુદ્ધ એક ચાર્જશીટ દાખલ કરી છે અને આ કેસ વર્ષ 2021નો હોવાનું કહેવાય છે.  પવન ચાવલા નામના વ્યક્તિએ સપના ચૌધરી સામે કેસ નોંધાવ્યો હતો, જેના કારણે હવે તેની ધરપકડ થઈ શકે છે. 

પવન ચાવલાએ કર્યો છે કેસ 

એવું કહેવામાં આવી રહ્યું છે કે, ડાન્સરે ફરિયાદી એટલે કે પવન ચાવલા પાસેથી કામના સંબંધમાં કેટલાક પૈસા લીધા હતા અને તે પરત આપ્યા નહોતા. આ પછી તેની સામે ચાર્જશીટ કરવામાં આવી હતી અને સમન્સ પણ જાહેર કરવામાં આવ્યા હતા, જોકે, સમન્સ જારી કરવા છતાં તે કોર્ટમાં હાજર થઈ ન હતી અને હવે કડક પગલાં લેતા તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.
 

    follow whatsapp