Kangana Ranaut on Bollywood Parties: અભિનેત્રીમાંથી રાજકારણી બનેલ કંગના રનૌત આ દિવસોમાં ફિલ્મ ઈમરજન્સી (Emergency) ને લઈને ચર્ચામાં છે. ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું હતું. બધાએ ટ્રેલરના ખૂબ જ વખાણ કર્યા. હવે કંગના રનૌત ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેમણે રાજ શમાની સાથેના પોડકાસ્ટમાં બોલિવૂડના લોકો અને તેમની પાર્ટીઓને લઈને રાજ ખોલ્યા છે.
ADVERTISEMENT
બોલિવૂડમાં છે ઘણા મિત્ર?
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ઈન્ડસ્ટ્રીમાં તેમના કોઈ મિત્ર છે? આ જવાબ પર તેમણે કહ્યું, જુઓ, હું બોલિવૂડ ટાઈપની વ્યક્તિ નથી. હું બોલિવૂડના લોકોની મિત્ર નથી બની શકતી. બોલિવૂડના લોકો પોતાનાથી ભરેલા છે. તેમનું જીવન પ્રોટીન શેકની આસપાસ જ હોય છે.
કેવું હોય છે તેમનું રૂટીન?
વધુમાં કંગના રનૌતે કહ્યું કે, જો તેઓ શૂટિંગ નથી કરી રહ્યા તો તેમનું રુટીન હોય છે, તેઓ સવારે ઉઠે છે, કેટલીક ફિઝિકલ ટ્રેનિંગ કરે છે, બપોરે સૂવે છે ત્યાર બાદ ઉઠીને જીમમાં જાય છે અને ત્યાંથી આવીને ટીવી જોવે છે. તમે આ પ્રકારના લોકોના મિત્રો કેવી રીતે હોઈ શકો છો? તેમને કોઈ આઈડિયા નથી કે શું ચાલી રહ્યું છે, તેમની કોઈની સાથે વાતચીત નથી થતી, તેઓ મળે છે, ડ્રિંક કરે છે અને કપડા-એસેસરીઝની વાતો કરે છે.
બોલિવૂડ પાર્ટી મારા માટે ટ્રોમાઃ કંગના
બોલિવૂડની પાર્ટીને લઈને કંગના રનૌતે કહ્યું, 'આ શર્મજનક છે, જે તેઓ વાતો કરે છે, એ ટ્રોમાં છે. બોલિવૂડ પાર્ટી મારા માટે ટ્રોમા જેવી છે.'
આ ફિલ્મમાં જોવા મળશે કંગના રનૌત
જણાવી દઈએ કે, કંગના રનૌત હાલ પોલિટિકલ કરિયર પર ધ્યાન આપી રહ્યા છે. તેઓ બોલિવૂડમાં વધારે કામ નથી કરી રહ્યા. અગાઉ તેઓ ફિલ્મ તેજસમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેઓએ તેજસ ગિલનું પાત્ર ભજવ્યું હતું. હવે તેઓ ઈમરજન્સીમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેઓ પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મને તેમણે ડાયરેક્ટ અને પ્રોડ્યુસ પણ કરી છે.
ADVERTISEMENT