Raveena Tandon Viral Video: બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડન (Raveena Tandon)ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. તેમના પર અને તેમના ડ્રાઈવર પર એક વૃદ્ધ મહિલા અને તેમના પરિવાર સાથે મારામારી કરવાનો આક્ષેપ લાગ્યો છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
રવિના ટંડન પર લાગ્યો ગંભીર આરોપ
મીડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દાવા મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે રવિના ટંડનના ડ્રાઈવર પર બેફામ ગાડી ચલાવવાનો અને રિઝવી કોલેજની પાસે કાર્ટર રોડ પર ત્રણ લોકોને ટક્કર મારવાનો આરોપ છે. તો જ્યારે એક્ટ્રેસને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એક્ટ્રેસ કથિત રીતે નશાની હાલતમાં હતી. એક્ટ્રેસ આવી હાલતમાં કારમાંથી બહાર નીકળી અને પીડિતોની સાથે દુર્વ્યવહાર કરવા લાગી. એક્ટ્રેસ કથિત રીતે લોકો સાથે મારામારી કરવા લાગી.
રવિના ટંડન અને ડ્રાઈવર પર આરોપ
વીડિયોમાં સ્થાનિકોએે અને પીડિત મહિલાએ એક્ટ્રેસને ચારેય બાજુથી ઘેરી લીધી છે અને તેઓ પોલીસને ફોન કરીને બોલાવવાની વાત કરી છે. એક શખ્સ બૂમો પાડી રહ્યો છે અને કહી રહ્યો છે કે એક્ટ્રેસના ડ્રાઈવરે તેમના માતા પર ગાડી ચડાવી દીધી છે. તો એક્ટ્રેસ લોકોને એવું કહી રહી છે કે 'પ્લીઝ-પ્લીઝ ધક્કો ન મારો, મને મારશો નહી' લોકોનો અવાજ એટલો છે કે વીડિયોમાં કંઈ સ્પષ્ટ સંભળાઈ રહ્યું નથી.
પીડિત પરિવાર પહોંચ્યો પોલીસ સ્ટેશન
આ અંગે એક શખ્સે કહ્યું કે, 'મારું નામ મોહમ્મદ છે. રવિના ટંડન અને તેના ડ્રાઈવરે મારા પરિવાર સાથે મારા મારી કરી છે. તેમણે મારી માતાને માર માર્યો છે, જેથી તેમનું માથું ફૂટી ગયું છે. તો મારી ભાણીનું પણ માછું ફૂટી ગયું છે. અમે 4 કલાકથી ખાર પોલીસ સ્ટેશનમાં ઉભા છીએ. અમારો કોઈ કેસ લઈ રહ્યા નથી. અમારે ન્યાય જોઈએ છે.'
ADVERTISEMENT