તારક મહેતા...ના 'સોઢી ભાઈ' પર 1 કરોડથી વધુનું દેવું, કામ ન મળતા એક્ટરે કહ્યું- હું થાકી ગયું છું...

Gurucharan Singh: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોઢીનું પાત્ર ભજવી રહેલા એક્ટર ગુરુચરણ સિંહે છેલ્લા 34 દિવસથી ખાધું નથી. તેને કોઈ કામ મળી રહ્યું નથી. તે જે કામ કરી રહ્યો છે તેમાં તે નિષ્ફળ રહ્યો છે અને હાલમાં તેના પર 1.2 કરોડ રૂપિયાનું દેવું છે.

Gurucharan Singh

Gurucharan Singh

follow google news

Gurucharan Singh: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોઢીનું પાત્ર ભજવી રહેલા એક્ટર ગુરુચરણ સિંહે છેલ્લા 34 દિવસથી ખાધું નથી. તેને કોઈ કામ મળી રહ્યું નથી. તે જે કામ કરી રહ્યો છે તેમાં તે નિષ્ફળ રહ્યો છે અને હાલમાં તેના પર 1.2 કરોડ રૂપિયાનું દેવું છે. ગુરુચરણે પોતે આ વાત કહી છે. ગુરુચરણે એમ પણ કહ્યું કે, હવે તે પ્રયત્ન કરીને થાકી ગયો છે.

34 દિવસથી અન્નનો દાણો નથી ખાધો

ગુરુચરણે સિદ્ધાર્થ કન્નનને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, “આજે 34મો દિવસ છે અને મેં ખાધું નથી. હું દૂધ, ચા અને નારિયેળ પાણી જેવા માત્ર લિક્વિડ ડાયેટ પર છું. મેં છેલ્લા 4 વર્ષમાં માત્ર નિષ્ફળતા જ જોઈ છે.”

એક્ટર પર 1.2 કરોડનું દેવું

ઇન્ટરવ્યુ દરમિયાન, જ્યારે ગુરુચરણને પૂછવામાં આવ્યું કે આવું કરવાનું કારણ શું છે, તો તેમણે કહ્યું, “4 વર્ષ થઈ ગયા. આ ચાર વર્ષમાં મેં ઘણું બધું કરવાનો પ્રયાસ કર્યો. ધંધો કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ દરેક બાબતમાં નિષ્ફળતા જ હતી. હવે હું થાકી ગયો છું, મને હવે મારા પૈસાની જરૂર છે. મતલબ, જો કમાણી હોય તો કામ સામેથી આવવું જોઈએ, જેથી હું મમ્મી-પપ્પાનું ધ્યાન રાખી શકું અને મારું દેવું ચૂકવી શકું... બેંકમાંથી લીધેલી લોન અને EMI લગભગ 55-60 લાખ રૂપિયા છે. અને મેં મિત્રો પાસેથી પણ લગભગ એટલી જ રકમ લીધી છે તેથી અત્યારે મારા પર 1.2 કરોડ રૂપિયાનું દેવું છે.

એવી અફવા હતી કે ગુરુચરણ ગુમ થયા છે કારણ કે તેમના પર ઘણું દેવું હતું. પિંકવિલાના ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે ગુરુચરણને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું, “હું એટલા માટે ગુમ નહોતો થયો કે મારા પર દેવું હતું અથવા લોન ચૂકવવામાં અસમર્થ હતો. મારા પર હજુ પણ દેવું છે અને મારા ઇરાદા સારા છે.”

    follow whatsapp