Taarak Mehta Ka Ooltah Chashmah New Goli : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ ટીવીની દુનિયાનો સૌથી લાંબો ટીવી શૉ છે. આ શૉને દર્શકો ખૂબ જ પસંદ કરે છે. આ શૉ વર્ષ 2008માં શરૂ થયો હતો. અત્યારે પણ આ શૉ સબ ટીવી પર આવે છે. જો કે, આ શૉને ઘણા કલાકારો અલવિદા કહી ચૂક્યા છે, હવે શૉના વધુ એક પાત્રએ 16 વર્ષ બાદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉને અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે. શૉમાં 'ગોલી'નું પાત્ર ભજવનાર કુશ શાહે 16 વર્ષ બાદ શૉને અલવિદા કહી દીધું છે. ત્યારે અભિનેતા ધર્મિત તુરખિયા હવે શોમાં ગોલીનું પાત્ર ભજવી રહ્યા છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ગોલીના રોલમાં દર્શકો ધર્મિત તુરખિયાને કેટલો પસંદ કરે છે. જોકે સોશિયલ મીડિયા પર યુઝર્સ કુશ શાહને જ ગોલીના પાત્ર તરીકે વધુ પસંદ કરી રહ્યા છે અને તેની પોસ્ટ પણ કરી રહ્યા છે.
ADVERTISEMENT
ધર્મિતે ફિલ્મ અને જાહેરાતોમાં કર્યું છે કામ
ધર્મિતની એન્ટ્રીથી શોમાં એક નવો બદલાવ જોવા મળશે. ધર્મિત રણવીર સિંહ સાથે બોલિવૂડ ફિલ્મ સર્કસ (2022)માં કામ કરી ચૂક્યો છે. તે ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે એક જાહેરાતમાં પણ જોવા મળ્યો હતો. આટલું જ નહીં તેણે ડેટોલ સહિત અનેક બ્રાન્ડ્સની જાહેરાતોમાં પણ કામ કર્યું છે.
કુશ શાહ થયો ઈમોશનલ
થોડા દિવસો પહેલા ગોલી ઉર્ફે કુશ શાહે 16 વર્ષ બાદ શોને અલવિદા કહ્યું હતું. તે હવે ન્યૂયોર્કમાં અભ્યાસ કરવા જઈ રહ્યો છે. એક ઈમોશનલ વીડિયોમાં તેણે તેના ફેન્સ અને શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીનો આભાર માન્યો હતો. કુશે કહ્યું કે આ શોએ તેને ઘણો પ્રેમ અને યાદો આપી છે અને તેની 16 વર્ષની સફરને સુંદર ગણાવી છે.
કુશે શોની સમગ્ર કાસ્ટ સાથે કેક કાપી હતી. તો શોમાં બબિતાનું પાત્ર ભજવતી મુનમુન દત્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક સ્ટોરી પણ શેર કરી છે.
આસિત કુમાર મોદીનો આભાર માન્યો
વીડિયોમાં અસિત મોદીએ તેના વખાણ કર્યા અને કહ્યું કે, તેણે હંમેશા પોતાના પાત્રમાં સાતત્ય જાળવી રાખ્યું છે. કુશે તેના ચાહકોને કહ્યું કે, તે પોતે અલવિદા કહી રહ્યો છે, પરંતુ ગોલીનું પાત્ર એ જ રહેશે - તે જ ખુશી, હાસ્ય અને તોફાન.
તેણે કહ્યું કે 'જ્યારે આ શૉ શરુ થયો હતો, ત્યારે હું ઘણો નાનો હતો. તમે અને આ પરિવારે મને ખૂબ જ પ્રેમ આપ્યો છે. મેં અહીં ઘણી યાદો બનાવી છે અને મેં આ શૉમાં ખૂબ એન્જોય કર્યું છે. તેમજ મેં શૉમાં મારું બાળપણ વિતાવ્યું છે. આ સફર માટે હું આસિત મોદીનો આભારી છું, જેમણે મને ગોલીમાં પરિવર્તિત કર્યો.'
A post shared by Tellychakkar Official ® (@tellychakkar)
તમારો ગોલી એવો જ રહેશેઃ કુશ શાહ
વીડિયો મેસેજમાં કુશ શાહે તસવીરો સાથે તેની 16 વર્ષની સફરને યાદ કરી. વીડિયો મેસેજમાં કુશ શાહે કહ્યું કે તમારો ગોલી એવો જ રહેશે. એ જ ખુશી, એ જ હાસ્ય, એ જ તોફાન, સિરીયલમાં એક એક્ટર તો બદલાઈ શકે છે, પણ પાત્ર નહીં.
આ કલાકારો છોડી ચૂક્યા છે શૉ
આપને જણાવી દઈએ કે, આ પહેલા પણ ઘણા કલાકાર આ શૉને અલવિદા કહી ચૂક્યા છે. જેમાં દિશા વાકાણી, ભવ્ય ગાંધી, ગુરુચરણ સિંહ, શૈલેષ લોઢા, નેહા મહેતા, જેનિફર મિસ્ત્રી અને રાજ અનડકટનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT