Shah Rukh Khan હજુ પણ અમદાવાદની હોસ્પિટલમાં, શું તબિયત વધુ ખરાબ છે? જૂહી ચાવલાએ આપ્યું હેલ્થ અપડેટ

Shah Rukh Khan health updates: બોલિવૂડના કિંગ ખાન (Shah Rukh Khan) ને લઈને ફેન્સ ખૂબ જ ચિંતિત જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં રમાયેલી IPL ની મેચ જોવા આવેલા બોલિવૂડ એક્ટરની ગઈકાલે બપોરે અચાનક તબિયત લથડતા તેઓે તાત્કાલિક શહેરની કેડી હોસ્પિટલ (KD Hospital)માં દાખલ કરવામાં આવ્યા હતા

Shah Rukh Khan health updates

શાહરૂખ ખાનની તબિયત વધુ ખરાબ છે?

follow google news

Shah Rukh Khan health updates: બોલિવૂડના કિંગ ખાન (Shah Rukh Khan) ને લઈને ફેન્સ ખૂબ જ ચિંતિત જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં રમાયેલી IPL ની મેચ જોવા આવેલા બોલિવૂડ એક્ટરની ગઈકાલે બપોરે અચાનક તબિયત લથડતા તેઓે તાત્કાલિક શહેરની કેડી હોસ્પિટલ (KD Hospital)માં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગેની જાણ થતાં તેમના પત્ની ગૌરી ખાન પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. તો એક્ટ્રેસ જૂહી ચાવલા પણ તેમને મળવા માટે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જોકે, શાહરૂખ ખાન હજુ પણ હોસ્પિટલમાં જ એડમિટ છે.


હોસ્પિટલ મેનેજમેન્ટ મૌન!

અમદાવાદની કેડી હોસ્પિટલ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ હાલ કેડી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા શાહરૂખ ખાનની સંભાળ લવાઈ રહી છે. કેડી હોસ્પિટલમાં 8માં માળે આવેલા VIP રૂમમાં રાખવામાં આવ્યો છે. તેઓ હાલ ઓબ્ઝર્વેશન હેઠળ છે.આ મામલે હોસ્પિટલ મેનેજમેન્ટ કંઈપણ કહેવા તૈયાર નથી. જોકે, હવે જૂહી ચાવલાએ શાહરૂખ  ખાનને લઈને એક અપડેટ શેર કર્યું છે.

જૂહી ચાવલાએ આપ્યું હેલ્થ અપડેટ

ન્યૂઝ18 સાથેની વાતચીતમાં જુહી ચાવલાએ જણાવ્યું કે મંગળવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં KKR અને SRH વચ્ચે મેચ રમાઈ હતી. શાહરૂખ ખાન તેમના બાળકો સુહાના, અબરામ અને તેમના મેનેજર પૂજા દદલાની સાથે મેચ જોવા આવ્યા હતા. આ દરમિયાન શાહરૂખને હીટ સ્ટ્રોક આવ્યો હતો, જે બાદ તેમને તાત્કાલિક કેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

રિપોર્ટ આવ્યા નોર્મલઃ જૂહી ચાવલા

તેમણે કહ્યું કે 'મંગળવારે રાત્રે તેમની તબિયત સારી ન હતી, પરંતુ તેમની સારવાર કરવામાં આવી રહી છે. હવે તેઓને પહેલા કરતા ઘણું સારું છે. શાહરુખ ખાનના મેડિકલ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર છે. ભગવાનની કૃપાથી તે જલ્દી સ્વસ્થ થઈ જશે.'

    follow whatsapp