Raveena Tandon Road Rage Case: રવિના ટંડને તેમની ઈમેજ ખરાબ કરવાનો આરોપ લગાવીને એક શખ્સને 100 કરોડની માનહાનિની નોટિસ મોકલી છે. આ મામલો તે જ શખ્સ સાથે જોડાયેલો છે જેણે એક્ટ્રેસનો વીડિયો ટ્વિટ કર્યો હતો અને દાવો કહ્યો હતો કે રવિના ટંડનની કારે તેમની માતાને ટક્કર મારી હતી અને આ ઘટના સમયે એક્ટ્રેસ રવિના ટંડન દારૂના નશામાં ધૂત હતી. હવે જ્યારે રોડ રેજ કેસમાં રવિના ટંડન પર લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા સાબિત થઈ ચૂક્યા છે, ત્યારે હવે અભિનેત્રીએ તે શખ્સ સામે એક્શન લીધું છે.
ADVERTISEMENT
12 જૂને મોકલી નોટિસ
રવિના ટંડને તેમના પર ખોટા આરોપ લગાવનાર શખ્સ વિરુદ્ધ એક્શન લેતા તેના પર અપમાનજનક કન્ટેન્ટને ફેલાવવાનો આરોપ લગાવ્યો. આ શખ્સને મોકલેલી નોટિસમાં તેમણે 100 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે. આ નોટિસ રવિના ટંડને તે શખ્સને 12 જૂને મોકલી છે.
ખોટી જાણકારી પોસ્ટ કરતો હતો શખ્સ
એક્ટ્રેસના વકીલ સના રઈસ ખાને ઈન્ડિયા ટુડેને આ અંગેની જાણકારી આપતા કહ્યું કે તાજેતરમાં રવિના ટંડનને એક ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે સીસીટીવી ફુટેજથી સ્પષ્ટ થઈ ગયું હતું અને કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નહોતી. જણાવવામાં આવ્યું છે કે પત્રકાર હોવાનો દાવો કરનાર એક શખ્સ તે ઘટનાને લઈને એક્સ (અગાઉ ટ્વિટર) પર ખોટી જાણકારી પોસ્ટ કરી રહ્યો હતો, જે હકીકતમાં ખોટી છે.
રવિના ટંડનની ઈમેજને ખરાબ કરવાનો પ્રયાસ
વકીલે એવું પણ કહ્યું કે, એક્ટ્રેસને લઈને ખોટા સમાચાર ફેલાવવાના ઈરાદાનો હેતુ રવિના ટંડનની ઈમેજને ખરાબ કરવાનો ઈરાદાપૂર્વક પ્રયાસ કરાયો છે. તેમણે એ આરોપ લગાવતા કહ્યું કે આ જુઠ્ઠાણાને સતત ફેલાવવા પાછળનો હેતુ રવિના ટંડનના નામે સસ્તી પોપ્યુલારિટી મેળવવાનો હતો. તેમણે કહ્યું કે, આ મામલે તેઓ તમામ જરૂરી કાયદાકીય પગલાં લઈ રહ્યા છે જેથી વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.
ADVERTISEMENT